૧૫ ફૂટ ઉંડા પાણીના ટાંકામાં ડુબી જતા યુવાનનું મોત નિપજયું

April 15, 2019 at 2:14 pm


શહેરના જશોનાથ સર્કલ પાસે પાણીના ટાંકામાં ન્હાવા પડેલા ક.પરાના યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત નિપયુ હતુ. બનાવના પગલે ક.પરા વિસ્તારમાં શોક સાથે ગમગીની છવાઇ હતી.
શહેરના કરચલીયા પરા વિસ્તારના પોપટનગરમાં ટેકરી ચોકમાં રહેતો પ્રકાશભાઇ રમેશભાઇ ટેભાણી (ઉં.વ.૩૫) ગઇકાલે મિત્રો સાથે જશોનાથ સર્કલના આશરે ૧૫ ફટ પાણીના ટાંકામાં ન્હાવા પડો હતો.
દરમ્યાનમાં ટાંકાની અંદર પ્રકાશભાઇ ફસાઇ જતા જેના પરિણામે ડૂબી જતા તેનું મોત નિપયુ હતુ. બનાવની જાણ થતા ફાયરબ્રિગ્રેડના કાફલાએ દોડી જઇ હકુ વડે પ્રકાશભાઇના મૃતદેહને બહાર કાઢી પોલીસને હવાલે કરતા પોલીસે મૃતદેહનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL