૧૭મી સુધીમાં વોટર્સ સ્લીપ લોકોના ઘરે પહોંચાડી દેવાશે

April 13, 2019 at 7:55 pm


Spread the love

મતદાન મથકે જતાં પહેલાં પોતાના ઓળખના પુરાવા તરીકે ઇપિક કાર્ડ (મતદાર ઓળખકાર્ડ) શોધવાની પળોજણમાંને કારણે ઘટતી મતદાન ટકાવારીને સુધારવા માટે ચૂંટણી તંત્ર દ્વારા હવે તમામ મતદારોને એક ફોટો સહિતની ઓળખ સ્લિપ તેના ઘરે પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે. અમદાવાદ સહિત રાજ્યનાં તમામ મતદાતાઓના ઘેર ૧૭મી એપ્રિલ સુધીમાં વોટર્સ સ્લિપ પહોંચાડી દેવામાં આવશે. લોકસભાની ચૂંટણીને લઇ પ્રજાજનોમાં ખાસ કરીને જાગૃત મતદારોમાં મતદાનને લઇ અત્યારથી જ ઉત્સાહ જાવા મળી રહ્યો છે અને તેઓ પણ વોટર સ્લીપની રાહ જાઇ રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર પ્રક્રિયા વેગવંતી બનાવાય તેવી માંગણી પણ લોકોમાં ઉઠવા પામી છે. શહેરના દરેક ઘરે મતદાર કાપલી પહોંચાડાશે. તેમાં મતદાન મથક સુધી પહોંચવાની ગાઇડ લાઇન હશે. તમામ મતદારોને વોર્ટસ સ્લિપ દ્વારા સંબધિત મતદાન મથકના સ્થળ અને નકશા અંગેની માહિતી પણ મળી રહેશે જો કે આ વોટર્સ સ્લિપ મતદાન કરવા માટેના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. ઉપરાંત અંદાજે ૧૭,૦૦૦ પોસ્ટલ બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય અને રાજ્ય બહાર ફરજ બજાવતા કર્મચારી અને લોકો અને સર્વિસ મતદારો માટે ડિજિટલ પોસ્ટલ બેલેટથી મતદાન કરવા મતદાનના બે દિવસ પહેલાં ઇ-બેલેટ મોકલાશે. જિલ્લા ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, ૯૬ ટકા હથિયારો જમા થઇ ગયાં છે. ચૂંટણી ખર્ચના હિસાબો અને ચૂંટણીલક્ષી ખર્ચાઓ અંગે યોગ્ય રજિસ્ટરની નિભાવણી થાય તે માટે તબક્કાવાર રાજકીય પક્ષો સાથે બેઠકો યોજીને વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે. પંચ ઘરે વોટર સ્લિપ મોકલશે તેનાથી મતદાન કરી શકાશે. લોકસભા ચૂંટણીમાં મતદાન માટે ફોટો ઓળખપત્ર ફરજિયાત છે પરંતુ ઓળખ પત્રમાં રહેલી ટેકનિકલ ખામીઓના કારણે મતદારને મતદાનથી વંચિત રાખવામાં આવશે નહી તેમજ ટેકનિકલી તથા પ્રિન્ટિંગમાં થયેલી ભૂલોને ધ્યાને લેવામાં આવશે નહીં. ખામીયુક્ત ફોટો ઓળખ પત્ર ધરાવતા મતદારો હવે મતદાન કરી શકશે. હાલમાં ૮૯૯ સર્વિસ મતદાર છે. જેઓ ડિજિટલ મતદાન કરશે. જયારે લોકસભા ચૂંટણીમાં જોડાયેલા પોલીસ કર્મીઓ તા.૧૬ એપ્રિલે પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.