૧૯૪ કરોડ રૂપિયાની કિંમત સાથે વિશ્વકપમાં ટીમ ઈન્ડિયા સૌથી મોંઘી

April 17, 2019 at 10:31 am


ઈંગ્લેન્ડમાં ૩૦મી મેથી શરૂ થવા જઈ રહેલા વલ્ર્ડકપ–૨૦૧૯ માટે લગભગ દરેક દેશોએ પોતાની મજબૂત અને સક્ષમ ટીમની પસંદગી કરી લીધી છે ત્યારે ભારતે પણ પોતાના ૧૫ રણબંકાઓ પર વિશ્ર્વાસ મુકી ત્રીજી વખત વલ્ર્ડકપને ભારતમાં લાવવા માટે પસદં કરી લીધા છે. જો કે આ બધાની વચ્ચે એક રસપ્રદ તારણ એવું પણ બહાર આવ્યું છે કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી વિશ્ર્વની સૌથી મોંઘી ટીમ છે. ભારતીય ટીમની કિંમત ૧૯૪ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

રાષ્ટ્ર્રીય પસંદગીકારોએ ભલે કહ્યું હતું કે વિશ્ર્વકપની ટીમ પસદં કરતી વખતે આઈપીએલનું પ્રદર્શન ધ્યાન ઉપર નહીં લેવામાં આવે પરંતુ વાસ્તવિકતા એ છષ કે આ તમામ ૧૫ ખેલાડી આઈપીએલની આઠ ટીમમાંથી સાત ટીમોનો હિસ્સો છે. એકમાત્ર રાજસ્થાન રોયલ્સ જ એવી ટીમ છે જેમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓમાંથી કોઈને પણ વિશ્ર્વકપની ટિકિટ મળી નથી ટીમના ભારતીય ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી મળતા વાર્ષિક વેતન અને આઈપીએલની હરાજીની તેમની કિંમતને ધ્યાન પર લેવામાં આવે તો ૧૫ ખેલાડીઓની કુલ કિંમત ૧૯૩.૭ કરોડ રૂપિયા થવા જાય છે. તેમાં ઓલરાઉન્ડર વિજય શંકર જ એક એવો ખેલાડી છે જેની પાસે કોઈ કેન્દ્રીય કરાર નથી.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને સાત–સાત કરોડ રૂપિયાના ‘એ’ ગ્રેડના કરારમાં સમાવવામાં આવ્યા છે. યારે મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, ભુવનેશ્ર્વરકુમાર, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પાંચ–પાંચ કરોડ રૂપિયાના ‘એ’ ગ્રેડમાં આવે છે. આ ઉપરાંત કે.એલ.રાહુલ, યુઝવેન્દ્ર ચહલ અને હાદિર્ક પંડયા ત્રણ–ત્રણ કરોડ રૂપિયાના ગ્રેડમાં, કેદાર જાધવ અને દિનેશ કાર્તિક એક–એક કરોડ રૂપિયાના ગ્રેડમાં સમાવિષ્ટ્ર કરાયા છે. તેમના ગ્રેડને જોવામાં આવે તો તેમની વાર્ષિક કરારની કિંમત ૬૨ કરોડ રૂપિયા થવા જાય છે.
યારે આઈપીએલની હરાજીની વાત કરવામાં આવે તો વિરાટ ૧૭ કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે. રોહિત અને ધોનીની કિંમત ૧૫–૧૫ કરોડ રૂપિયા છે. રાહુલ ને હાદિર્કને ૧૧–૧૧ કરોડ રૂપિયા મળ્યા છે યારે ભુવનેશ્ર્વરને સાડા સાત કરાડ, કેદાર જાધવને ૭.૮૦ કરોડ રૂપિયા હરાજી થકી પ્રા થયા છે. દિનેશ કાર્તિકને ૭.૪૦ કરાડ, બુમરાહ અને જાડેજાન સાત–સાત કરોડ, ચહલને છ કરાડ, કુલદીપને ૫.૮૦ કરોડ, શિખર ધવનને ૫.૨૦ કરોડ, શમીને ૪.૮૦ કરોડ અને વિજયની ૩.૨૦ કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી.

આ રીતે આઈપીએલમાં હરાજી થકી ખેલાડીઓની કિંમત ૧૩૧.૭૦ કરોડ રૂપિયા ઉપર પહોંચે છે. આમ આઈપીએલ અને બીસીસીઆઈના કરારની રકમને એક કરવામાં આવે તો તમામ ખેલાડીઓની કુલ કિંમત ૧૯૩.૭૦ કરોડ રૂપિયા થાય છે.

વિશ્વકપમાં કઈ ટીમમાંથી કેટલા ખેલાડી

ચેન્નાઈ સુપરકિંગ્સ૩ (ધોની, જાડેજા, કેદાર જાધવ)
મુંબઈ ઈન્ડિયન્સ૩ (રોહિત, બુમરાહ, હાદિર્ક)
કિંગ્સ ઈલેવન પંજાબ૨ (રાહુલ અને શમી)
કોલકત્તા નાઈટ રાઈડર્સ૨ (કુલદીપ અને કાર્તિક)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર૨ (કોહલી અને ચહલ)
સનરાઈઝર્સ હૈદરાબાદ૨ (ભુવનેશ્ર્વર અને વિજય શંકર)
દિલ્હી કેપિટલ્સ૧ (શિખર ધવન

Comments

comments