૨૦૧૯ના જુન મહિનાથી ટીવીના આ સુપર હીટ શો થઇ જશે બંધ

May 25, 2019 at 5:45 pm


૨૦૧૯ના જુન મહિનાથી આ તમામ ૬ લોકપ્રિય ટીવી શો બંધ થઇ જવાના છે. જેમાં નાગીન ૩, યે હૈ મોહબ્બતે, આપકે આ જાને સે, ક્રૃષ્ના ચલી લંડન, વિક્રમ બેતાલ અને સુપર ડાન્સર 3નો સમાવેશ થયો છે.

‘નાગિન ૩’ કે જે હજુ પાછલા વર્ષે જ જુનમાં આવેલી સિરીયલ હતી તે આવનાર જુન મહિનામાં બંધ થઇ જશે. અને તેની જગ્યાએ ‘કવચ ૨’ ટેલીકાસ્ટ થશે.

દર્શકોની લોકપ્રિય કહી શકાય તેવી ‘યે હૈ મોહબ્બતે’ સિરીયલ કે જે છેલ્લા ૫ વર્ષથી સતત લોકોનું મનોરજન કરતી રહી છે તે પણ હવે બંધ થવાના આરે છે અને તેની જગ્યાએ ‘યે હૈ મોહબ્બતે’ની જ નવી સીરીઝ ચાલુ થશે અને લોકોને મનોરંજન આપવાનું બમણું કરશે.

ઝી ટીવીમાં પ્રસારિત થતી ‘આપકે આ જાને સે’ સીરીયાલે પણ  ધમાકેદાર ટીઆરપી મેળવેલી હતી જે પણ આવનાર જુન મહિનામાં બંધ થઇ જશે.

‘ક્રૃષ્ના ચલી લંડન’ નામની સિરીયલ પણ આવનાર ૧૪ જુને બંધ થઇ જશે અને તેની જગ્યાએ ‘કહા હમ.. કહા તુમ’ સિરીયલ શરૂ થશે.

‘વિક્રમ બેતાલ’ અને ‘સુપર ડાન્સર 3’ પણ હવે જુન મહિનામાં બંધ થવાના આરે છે. ‘વિક્રમ બેતાલ’ની જગ્યાએ કયો નવો શો આવવાનો છે તેની હજી જાણ કરવામાં આવી નથી જયારે ‘સુપર ડાન્સર 3’ની જગ્યાએ નવો શો ‘સુપર સિંગર’ શરૂ થવાનો છે.

Comments

comments

VOTING POLL