૨૦ ફૂટ વિશાળ સાપને મારીને ખાઈ ગયા ગામના લોકો

February 15, 2018 at 1:46 pm


મલેશિયાના બોર્નેયો આઇલેન્ડના લોકો જોતજોતામાં 20 ફૂટ લાંબા અજગરને રાંધીને ખાઈ ગયાં હતાં. એક રિપોર્ટ મુજબ મેલ અજગર અને 20 ફૂટ ફીમેલ અજગર ઝાડના થડમાં રતિક્રિયામાં મશગુલ હતાં ત્યારે અચાનક જ આઇલેન્ડના લોકોએ હુમલો કરીને રંગમાં ભંગ પાડ્યો હતો.આ શિકારી પ્રજાતિ જ્યારે શિકાર માટે જઇ રહી હતી ત્યારે અચાનક જ તેમને ઝાડ પર પડેલા થડમાંથી વિચિત્ર અવાજ સંભળાયો હતો. શિકારીઓએ થડને કુહાડી અને અન્ય હથિયાર વડે તોડીને બન્ને અજગરે મહામુસિબતે ખેંચીને બહાર કાઢ્યાં હતાં.જ્યારે ઝાડના થડમાં બન્ને અજગર રતિક્રિયામાં મશગૂલ હતાં ત્યારે શિકારી પ્રજાતિ તેમની પાસેથી પસાર થઇ હતી. આ પછી બધાએ ભેગા મળીને ઝાડનું તોતિંગ થડ તોડ્યું હતું. આ પછી એક પછી એક બન્ને અજગરને થડમાંથી બહાર કાઢ્યાં હતાં.આ બન્ને અજગરમાંથી એક 20 ફૂટ લાંબો હતો. આ ઘટના ગત શનિવારની છે જ્યારે મલેશિયાની બોર્નિયોની શિકારી પ્રજાતિ શિકાર માટે નીકળી હતી. બોર્નિયાના લોકો બન્ને અજગરને પિક અપ ટ્રકમાં લાદીને લઇ ગયાં હતાં.જ્યારે આ દરેક શિકારી અજગરને લઇને ગામમાં પહોંચ્યા તો લોકોએ ચીચીયારીઓથી ગામ ગજાવી મૂક્યું હતું. આ પછી 20 ફૂટ લાંબા અજગરને રાંધીને ગામલોકોએ ભાત અને વિવિધ શાક સાથે મિજબાની માણી હતી. આ 20 ફૂટ લાંબો અજગર મલેશિયાના સૌથી લાંબા અજગર કરતાં માત્ર 6 ફૂટ જ નાનો હતો.

Comments

comments

VOTING POLL