૨.૦ એક મેગા ફિલ્મ છે, અને મારી કારકિર્દીની અનોખી ભૂમિકાવાળી પ્રથમ ફિલ્મ: અક્ષયકુમાર

April 18, 2019 at 5:10 pm


પોતાની વિવિધ ભૂમિકાઓ કરીને લોકોને સામાજિક સંદેશ પાઠવતા અભિનેતા અક્ષયકુમાર ફરી એક વખત તેમની મહેનત અને લગન થકી દર્શકોનું દિલ જીતવા પડદા પર ઉ૫સ્થિત થયા છે. તમિલ નિર્દેશક એસ.શંકરની ૨.૦ ફિલ્મમાં પક્ષીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ગેટઅપ માટે તેમણે ૩૮ દિવસ ત્રણ–ત્રણ કલાક મેકઅપ પાછળ ગાળવી પડી હતી. આ ફિલ્મમાં રજનીકાંત સાથે તેમણે કામ કયું છે. ત્યારે આ ફિલ્મ ૨.૦નું પ્રિમિયર રવિવારે ૨૧ એપ્રિલના રોજ બપોરે ૧૨–૦૦ કલાકે ઝી સિનેમા પર પ્રસારિત કરવામાં આવશે. જેમાં અક્ષયકુમારે આપેલ એકસકલુઝીવ ઇન્ટરવ્યું અહીં પ્રસ્તુત છે. દર્શકો રવિવારે તેને નિહાળીને પસંદીદા અભિનેતા અક્ષયની મહેનતના ગુણગાન કરતા થઇ જશો.

૧. આ ફિલ્મમાં પક્ષીની ભૂમિકા સ્વીકાર કરવા માટે તમને કઇ વસ્તુથી પ્રેરણા મળી ?
૨.૦ એક મેગા ફિલ્મ છે અને મારી કારકિર્દીની આ અત્યાર સુધીમાં એવી પ્રથમ ફિલ્મ છે કે, જયાં હત્પં વિભિન્ન ભૂમિકાઓની સંભાવના જોઇ રહ્યો છું. મને એમ પણ લાગ્યું કે આ બિલ્કુલ અલગ પ્રકારની ભૂમિકા રહેશે અને આ વાત સત્ય સાબિત થઇ ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષેા સુધી રહીને મેં કયારેય પણ આટલી અદભૂત ટેલેન્ટ તથા ટેકનોલોજી નથી જોઇ. જેમાં વિશ્ર્વભરના કલાકારોએ જોડાઇને આ સ્તરની ફિલ્મ બનાવી હોય.
૨. ૨.૦ તામિલ ફિલ્મ ઉધોગમાં તમારી પ્રથમ ફિલ્મ હતી. તમને કેવું લાગી રહ્યું છે ?

મેં ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે. મને આવી ભૂમિકા મળી જે બીજા લોકો પોતાના જીવનકાળમાં કરવા માટેનું માત્ર સપનું જોઇ શકે છે. આ ફિલ્મથી મોટા ડિ્રમ પ્રોજેકટની કલ્પના નહીં કરી શકતા હતાં. આ ફિલ્મ કર્યા બાદ માત્ર હત્પં એમ કહી શકીશ કે શંકર વાસ્તવમાં એ વ્યકિત છે જે તમામના સ્વપનો પૂર્ણ કરે છે.
૩. શું ૨.૦ એ ટેકનોલોજી પ્રત્યે તમારો દ્રષ્ટ્રિકોણ બદલી કાઢયો છે ?

હત્પં ખરેખર ટેકપ્રેમી વ્યકિત નથી. હત્પં તેનો ઉપયોગ માત્ર કોલ કરવા માટે કં છું. મારો મોટાભાગનો સમય મારા અસિસ્ટન્ટ નિર્માતા અને નિર્દેશકો સાથે બેઠકો વગેરે માટે સંપર્ક પાછળ જાય છે. પરંતુ આ ફિલ્મ દરમિયાન મેં ઘણું બધુ શીખ્યું છે. મેં શીખ્યું છે કે, લીલા રંગની સ્ક્રીન તમારા માટે શું કરી શકે છે. તે તમારા સંપૂર્ણ વ્યકિતત્વને પૂર્ણ રીતે બદલી શકે છે. તમને ઘર–મુળથી બદલી નાખે છે. ટેકનોલોજીની આ તાકાત છે.

૪. ૨.૦ના સેટ પર કામ કરતી વખતે તમે કઇ ત્રણ વસ્તુઓ શીખી ?
સમયનું ચુસ્ત પાલન કરવું. જો શુટિંગ સાંજે ૭–૩૦ કલાકે શરૂ થવાનું હોય તો તે સમય પર જ શરૂ થશે જ. સેટ પર બધા હાજર રહે છે અને સમય પર શૂટિંગ શરૂ કરે છે. દક્ષિણ સિનેમામાં તમને સમયની લકઝરી નથી મળતી.
લોકો પોતાના સમયનું સન્માન કરે છે. એક દિવસમાં તેઓ લગભગ ૩૦–૪૦ શોટ લે છે. જયારે અહીં આપણે લગભગ ૧૨–૧૩ શોટસની જ અપેક્ષા રાખે છે. ત્યાં લોકોને હળવાશ નથી. ત્યાં દરેક વ્યકિતના સમયની કદર કરવામાં આવે છે. રજનીકાંત સર પાસેથી મે નમ્રતા શીખી છે. કારણ કે તેઓ ખુબજ વિનમ્ર અને અનુભવી રીતે વર્તણૂક કરે છે. મારી સાથે હંમેશા તેઓ નમ્ર જ રહ્યા છે.
૫. તમારી છેલ્લી ફિલ્મો પેડમેન અને ટોયલેટ એક પ્રેમકથા સામાજિક સંદેશાવાળી ફિલ્મો હતી. ૨.૦માં પણ એક ખાસ સામાજિક સંદેશ હતો. આ બધું સમજી વિચારીને કરો છો ?

મને લાગે છે કે ફિલ્મો પ્રચાર–પ્રસારનું માધ્યમ છે, જેને ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્ર્રીય સ્તર પર પણ બહોળા પ્રમાણમાં જોવામાં આવે છે. આ ન માત્ર જનતા સુધી પહોંચવાની એક પધ્ધિતિ છે. પરંતુ ઘણીવાર તેમને શિક્ષિત પણ કરે છે. મને લાગે છે કે જો દેશને શ્રે બનાવવા માટે તમે તમારા મંચનો સૌથી સારો ઉપયોગ નથી કરી શકતા તો તમારા પ્રભાવશાળી વ્યકિત હોવાનો કોઇ અર્થ નથી. આ રીતે સમાજ પ્રત્યે ઋણ અદા કરવાની મારી પધ્ધિતિ છે.
૬. એસ.શંકરે જણાવ્યું છે કે, તમને મેકઅપ અને પ્રોસ્થેટિકસ દરમિયાન ખુબજ તકલીફ સહન કરવી પડી હતી.
આ તકલીફ નોહતી પરંતુ ખુબજ મુશકેલ હતું. મારે કંઇપણ હાલ–ચાલ વિના ધીરજપૂર્વક એક જગ્યા પર સાડા ત્રણ કલાક સુધી બેસવું પડતું હતું. મારા મેકઅપ અને પ્રોસ્થેટિકસ પર ત્રણ લોકો કામ કરતા હતાં અને મારે ચુપચાપ બેસી રહેવાનું હતું. સામાન્ય રીતે, હત્પં ખુબજ ધૈર્યવાન માણસ છું. આ ભૂમિકા નિભાવતા હત્પં વધારે ગંભીર અને વિનમ્ર બન્યો છું. ત્રણ કલાક સુધી મારે ખુરશી પર બેસી જવું પડતુ હતું. પછી જયારે શુટીંગ પૂર્ણ થાય ત્યારે તેને દૂર કરવામાં મને દોઢ કલાક થતો હતો. ત્યાર પછી હત્પં ઘરે જઇને આરામ કરી શકતો. આ ક્રમ ૩૮–૪૦ દિવસ સુધી ચાલુ રહ્યો હતો. એક દર્દનાક પ્રક્રિયા હતી.
પ્રોસ્થેટિકસના કારણે બધુ જ પેક કરી દેવામાં આવ્યું હતું અને ઓકસીજન પણ ન હતું. જે પાંચ કલાકોમાં હત્પં કામ કરતો હતો, તે દરમિયાન આખું શરીર પરસેવાથી લથબથ થઇ જતું હતું. મારા પૂરા શરીરમાંથી પરસેવાની વાસ આવતી હતી. આ સિવાય હત્પં કશું ખાવાનું ખાઇ શકતો ન હતો. કારણ કે ગેટઅપ જાળવી રાખવાનો હતો. પ્રોસ્થેટિકસ મારા શરીરના આકાર મુજબ બનાવવામાં આવતા હતાં. આ માટે મારે માત્ર પ્રવાહી પર જ રહેવું પડયું હતું. માત્ર મિલ્કશેક અને જયુસ પીવાની જ છુટછાટ હતી

Comments

comments