૪૨.૩ ડીગ્રી તાપમાને કચ્છમાં ગરમીનો પારો હાઇ

May 25, 2019 at 8:57 am


કચ્છમાં તાપમાનનો પારો ફરી એક સાથે બે ડીગ્રી અપ થઇને ૪૨.૩ ડીગ્રીએ સ્થીર થયો હોય સમગ્ર જીલ્લામાં ગરમીનો કાળોકેર અનુભવા મળી રહ્યો છે. તાપમાન સતત હાઇ રહેતા દિવસ ઉગતાની સાથે લોકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો. બપોરનાં સમયે હજુ પણ લોકો ઘરમાં પુરાઇ રહેવાની ફરજ પડી રહી છે. આજે પણ કંડલા એરપોર્ટમાં તાપમાનનો પારો ૪૨.૩ ડીગ્રી પર હાઇ રહેતાં લોકોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો હતો. તો ભુજનો પણ પારો ૪૦.૩ ડીગ્રી રહેતાં લોકો ગરમીમાં રિતસરનાં શેકાયા હતાં.
આમતો કચ્છમાં છેલ્લા પાંચ દિવસથી તાપમાનનો પારો હાઇ રહેવાને કારણે ચોતરફ ગરમીનો માહોલ અનુભવાઇ રહ્યો છે. સતત હાઇ રહેતાં તામપાનના પારાને કારણે લોકો ગરમીથી રીતસરનાં ત્રસ્ત થઇ રહ્યા છે. આજે પણ તાપમાનનો પારો ગઇ કાલની સરખામણીએ યથાવત રહેતાં ૪૨.૩ ડીગ્રી તાપમાને કચ્છનું સૈથી ગરમ મથકનું સ્થાન કંડલા એરપોર્ટે જાળવી રાખ્યું.
તો જીલ્લાનાં અન્ય મથકોના તાપમાન પર નજર કરવામાં આવેતો આજે બીજા નંબરે ભુજ મથક રહ્યું. અહીં પણ ૪૦.૩ ડીગ્રી રહેતાં લોકો ગરમીમાં શેકાયા હતાં. જ્યારે નલિયાનું તાપમાન ૩૬ ડીગ્રી અને કંડલા પોર્ટનું ૩૮.૧ ડીગ્રી જેટલું ઉંચુ નોંધાયું છે. કચ્છમાં તાપમાનનો પારો હાઇ રહેતા સમગ્ર જીલ્લામાં અગનવર્ષાની અનુભૂતિ થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, કચ્છમાં તાપમાનનો પારો ૪૨ ડીગ્રીને પાર પહોંચતાં જ જાણે કચ્છ સગડી બન્યું હોય તેવી અનુભૂતિ થઇ રહી છે, દિવસ ઉગતાની સાથે જ ગરમીનો માહોલ છવાઇ જતો હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે, બપોરથી લઇને સાંજ સુધી ઘરમાં જ પુરાઇ રહેવાનો વારો આવી રહ્યો છે. પરિણામે બપોરનાં સમયે તમામ રસ્તાઓ સુમસામ ભાષતાં નજરે પડે છે.

Comments

comments

VOTING POLL