1લી જુલાઈથી શરૂ થનારી અમરનાથયાત્રામાં 74 વર્ષથી વધુ, 12થી ઓછી ઉંમરનાને મંજૂરી નહીં

May 30, 2019 at 11:03 am


પહેલી જુલાઈથી શ થતી અમરનાથયાત્રામાં સલામતી સુરક્ષાના ચુસ્ત ધોરણોનું ફરજિયાત પાલન કરવા પરમિટમાં બારકોડની વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત યાત્રામાં 74 વર્ષથી ઉપરના અને 12 વર્ષથી નીચેની વયની વ્યક્તિને મંજુરી નહીં અપાય તેમ જણાવાયું છે.

આ વર્ષની પહેલી જુલાઈથી યાત્રા શ થશે. રાજ્યપાલ અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ છે જે કશ્મીર ઘાટીના અનંતનાગ જિલ્લામાં અમરનાથની વાર્ષિક તીર્થયાત્રાની વ્યવસ્થા કરે છે.

અમરનાથ શ્રાઈન બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છેકે, રાજ્યપલે યાત્રિકો માટે પાયલટ આધાર પર ઓનલાઈન નોંધણીની શઆત કરી છે. નિવેદનમાં વધુમાં કહ્યું છે કે, ઓનલાઈન નોંધણીની સુવિધા દરરોજ ઈચ્છા ધરાવતા 500 યાત્રિકો માટે હશે. આ બન્ને માર્ગો પહેલગામથી 250 યાત્રિકો અને બાલતાલથી 250 યાત્રિકો માટે ઉપલબ્ધ હશે. તેમાં કહેવાયું છે કે, એક નવી પહેલના પમાં શ્રાઈન બોર્ડ યાત્રા પરમીટ ફોર્મના ડયૂઆર ક્રોડિંગ-બાર ક્રોડિંગને રજુ કરી રહ્યા છે. ડયૂઆર કોડ યાત્રીના ડેટાબેઝ સાથે જોડાયેલો હશે. કયૂઆર કોડવાળા વાઈપીએફને એકસેસ ક્ધટ્રોલ ગેટસ ડોમેલ અને ચંદનવાડી અને મધ્યવર્તી શિબિરો બન્નેમાં સ્કેન કરાશે. જેનાથી યાત્રિકોની ગણતરી અને વાસ્તવિક સમયના આધાર પર તેનું ટ્રેકિંગ કરવામાં મદદ મળશે. આ વખતે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવાનો નિર્દેશ પણ મળ્યો છે. નોંધણીની તારીખ અને રુટ સ્તર પર જ યાત્રિકો યાત્રા કરી શકે તેની મંજુરી અપાશે. બોર્ડ તરફથી પાયલોટ સ્તર પર સીમિત નંબરોની ઓનલાઈન નોંધણી કરવાની દરખાસ્તને મંજુરી અપાઈ છે. યાત્રા માટે એકશન પ્લાન તૈયાર થઈ રહ્યો છે. જેમાં ચિકિત્સા, સ્વચ્છતા બન્ને ટ્રેક પર રેલિંગની સ્થાપના, પયર્વિરણને અનુકુળ કચરાને દુર કરવો, યાત્રા ક્ષેત્રમાં અનુકુળ વાતાવરણ સ્થાપિત કરવું જેવા અનેક બિન્દુઓ પર ધ્યાન કેન્દ્રીત કરાશે. અમરનાથ યાત્રા માટે 12 વર્ષથી ઓછા અને 74 વર્ષથી વધુ ઉંમરવાળી વ્યક્તિઓને મંજુરી આપવામાં આવશે નહીં. તમામ યાત્રાના એન્ટ્રી પોઈન્ટ પર કડકાઈથી તપાસ કરાય છે.

Comments

comments