1 કરોડની કિંમતના શાઆેમી મોબાઈલ ભરેલો ટ્રક લૂટારૂઆે લૂંટી ગયા

February 14, 2019 at 4:02 pm


આંધ્રપ્રદેશના નેલ્લાેર જિલ્લામાં લૂટારૂઆે 1 કરોડની કિંમતના શાઆેમી કંપનીના મોબાઈલ ભરેલો ટ્રક લૂંટી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં લૂટારૂએ ડ્રાઈવરની ઢીબી નાખ્યો હતો અને પછી મોબાઈલ લઈને ફલાયન થઈ ગયા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર મોબાઈલ ભરેલો ટ્રક નેલ્લાેર પાસેથી કોલકતા તરફ જતો હતો રસ્તામાં ડ્રાઈવરે આરામ કરવા માટે હાઈ-વે પર ટ્રક રોકયો હતો તે સમયે ચાર શખસો ધસી આવ્યા હતાં અને ડ્રાઈવરને ઢીબી નાખ્યો હતો. આ પછી ડ્રાઈવરને ઝાડ સાથે બાંધી દીધો હતો. ટ્રકમાં શાઆેમી કંપનીના મોબાઈલ ફોન હતા અને તેની કિંમત 1 કરોડ રૂપિયા હતી. લૂટારૂઆે આ ટ્રકને થાેડો આગળ લઈ ગયા હતા અને બીજા ટ્રકમાં મોબાઈલ ફોન ટ્રાન્ફર કરી ભાગી છૂટયા હતાં. સવારે કેટલાક લોકોએ ઝાડ સાથે બંધાયેલા ડ્રાઈવરને જોયો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે નાકાબંધી કરી હતી પરંતુ ટ્રકનો સુરાગ લાગ્યો ન હતો. ટ્રકમાં જે મોબાઈલ ફોન હતા તેની કિંમત 6 હજારથી લઈ 14 હજાર રૂપિયા સુધીની હતી.

Comments

comments

VOTING POLL