1 જુલાઈથી RTGS, NEFT થશે ચાર્જિસ-મુક્ત: ગ્રાહકોને લાભ આપવા બેન્કોને આદેશ

June 12, 2019 at 10:44 am


આરટીજીએસ અને એનઈએફટી રૂટ મારફત ફંડ ટ્રાન્સફર કરવા પર લગાડવામાં આવતા ચાર્જિસને રદ કરવાનો ભારતીય રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે અને હવે એણે આજે દેશની તમામ બેન્કોને આદેશ આપ્યો છે કે 1 જુલાઈથી આ નિર્ણયનો અમલ શરૂ કરી દેવો.

ડિજિટલ સોદાઓને ઉત્તેજન મળે એ માટે રિઝર્વ બેન્કે આ નિર્ણય લીધો છે.ચાર્જિસ રદ કરવાના નિર્ણયનો લાભ ગ્રાહકોને પાસ કરવાનો કેન્દ્રીય બેન્કે તમામ બેન્કોને આદેશ આપ્યો છે.
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા એનઈએફટી મારફત કરાતા સોદાઓ માટે એક થી લઈને પાંચ રૂપિયા સુધીનો ચાર્જ વસુલ કરે છે અને આરટીજીએસ રૂટ મારફત કરાતા સોદાઓ પર રૂ. પાંચથી લઈને રૂ. 50 સુધીનો ચાર્જ વસુલ કરે છે.

ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે આરટીજીએસ અને એનઈએફટી સિસ્ટમો મારફત કરાતા સોદાઓ માટે તે બેન્કોને મિનિમમ ચાર્જિસ લગાડે છે. એના બદલામાં, બેન્કો એ ચાર્જિસ એમના ગ્રાહકો પાસેથી વસૂલ કરતી હોય છે.

Comments

comments