1 જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભઃ સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ

May 6, 2019 at 10:45 am


બાબા અમરનાથની પવિત્ર ગુફાની વાર્ષિક યાત્રા પહેલાં જમ્મુમાં નિયંત્રણ રેખા (એલઆેસી) અને આંતરરાષ્ટ્રીય સીમા (આઈબી)ની આસપાસ સુરક્ષાચક્ર વધુ મજબૂત બનાવી દેવામાં આવ્યું છે.
અધિકારીઆેએ આ અંગેની જાણકારી આપતાં કહ્યું કે 46 દિવસની યાત્રા અનંતનાગ જિલ્લાના પારંપરિક પહલગામ માર્ગ અને ગંદેરબલ જિલ્લાના નાના બાલટાલ માર્ગથી 1 જૂલાઈથી શરૂ થશે. રક્ષાબંધના દિવસે એટલે કે 15 આેગસ્ટને તેનું સમાપન થશે. અધિકારીઆેએ જણાવ્યું કે પોલીસ, સેના, બીએસએફ, સીઆરપીએફ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની અહી યોજાયેલી સંયુક્ત બેઠકમાં યાત્રાને લઈને સુરક્ષા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

Comments

comments