1 રૂપિયાની ફી લેનારા સાલ્વે 20 કરોડના પાકિસ્તાની વકીલો ઉપર પડયા ભારે

July 18, 2019 at 11:01 am


ઈન્ટરનેશનલ કોર્ટ આેફ જસ્ટિસ (આઈસીજે)માં કુલભુષણ જાધવ મામલામાં પાકિસ્તાનને મળેલી શરમજનક હાર બાદ સોશ્યલ મીડિયા ઉપર ભારતીય વકીલ હરીશ સાલ્વેના ભરપેટ વખાણ થઈ રહ્યા છે. પાકિસ્તાને આઈસીજેમાં જ્યાં બે વકીલ બદલી નાખ્યા હતા પરંતુ સાલ્વે એકલા જ આ બન્ને ઉપર ભારે પડયા હતા અને જાધવની ફાંસી રોકવામાં સફળતા હાંસલ કરી હતી. સૌથી ખાસ વાત એ રહી કે દેશના જાણીતા વકીલ હરિશ સાલ્વેએ પાકિસ્તાનની જેલમાં બંધ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય અદાલતમાં લડવા માટે ફી તરીકે માત્ર એક રૂપિયો લીધો હતો. જ્યારે પાકિસ્તાને જાધવને જાસૂસ સાબિત કરાવવા માટે પોતાના વકીલ ઉપર 20 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

સાલ્વેએ ઈન્ટરનેશનલ કોર્ટ આેફ જસ્ટિસમાં પાકિસ્તાનની ધજ્જીયા ઉડાડવા માટે જાધવ કેસનો પાયો વિયેના સંધિના ઉંંઘનના આધારે નાખ્યો હતો. સાલ્વેએ પોતાના તર્કોને સાબિત કરી બતાવ્યા એટલું જ નહી પાકિસ્તાને જાધવને કાઉન્સેલર એક્સેસ ન આપીને વિયેના સંધિનું ઉંંઘન કર્યું છે તેમ કહી ભારતીય નાગરિકની ફાંસીની સજા રોકવામાં પણ સફળ થયા હતા. સાલ્વે પોતાના તર્ક દ્વારા જાધવને ભારતીય નાગરિક સાબિત કરવામાં પણ સફળ રહ્યા હતા. સાલ્વેના તર્ક સામે પાકિસ્તાની વકીલ ખાવર કુરેશી પછડાટ ખાઈ ગયા હતા. સાલ્વેની દલીલને કારણે જ આઈસીજેએ 15-1થી ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.
જાધવની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનારા સાલ્વેના વખાણ સોશ્યલ મીડિયા ઉપર સૌથી વધુ થઈ રહ્યા છે.

Comments

comments

VOTING POLL