10 કરોડથી વધારે આવક ધરાવનારાઆે પર 40 ટકા વેરો ઝીકાશે : બજેટ અંગે દેશ વ્યાપી સર્વે

July 1, 2019 at 10:47 am


Spread the love

આગામી બજેટમાં વ્યિક્તગત કરદાતાઆે માટે આવકવેરાની સીમા હાલના 2.5 લાખ રુપિયાથી વધારે વધી શકે છે. આ સાથે જ 10 કરોડ રુપિયાથી વધારે વાર્ષિક આવક પર 40 ટકાના ઉંચા દરથી આવકવેરા લગાવવામાં આવી શકે છે. કેપીએમજીનાં એક સર્વેમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. કેપીએમજી (ઇન્ડિયા) ના 2019-20ના બજેટ પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં અલગ અલગ ઉદ્યાેગોના 226 લોકોનાં વિચાર લેવામાં આવ્યા છે.
સર્વેમાં રહેલા 74 ટકા લોકોએ મંતવ્ય વ્યક્ત કરવામાં આવ્યું છે કે, વ્યિક્તગત્ત આવકવેરાની છુટની સીમાને 2.5 લાખ રુપિયાથી આગળ વધારવામાં આવશે. બીજી તરફ 58 ટકાનું કહેવું હતું કે, સરકાર 10 કરોડ રુપિયાથી વધારેની કમાણી કરનારા સુપર રિચ લોકો પર 40 ટકાના ઉંચા દરથી કર લગાવવા અંગે વિચાર કરવામાં આવી શકે છે.

સર્વેમાં 13 ટકાનું મંતવ્ય હતું કે, જુના કર માળખાને બદલવામાં આવી શકે છે, જ્યારે 10 ટકાએ કહ્યું કે, સંપિત્તના કર- એસ્ટેટ શુલ્કનો પુનઃ લાગુ કરવામાં આવવું જોઇએ. ઘરની માંગ વધારવા માટે 65 ટકા લોકોનું માનવું હતું કે બજેટમાં પોતાના મકાનમાં રહેતા મકાન પર મકાનની લોન પર ચુકવાયેલ વ્યાજ પર કપાતને બે લાખ રુપિયાથી આગળ વધારવામાં આવી શકે છે.
બીજી તરફ 51 ટકાએ કહ્યું કે, સરકાર ઘર લોનની મુળ રકમની પુન ચુકવણી પર કલમ 80 સી હેઠળ હાલનાં 1.5 લાખ રુપિયાની કર છુટ સીમામાંથી અલગ રકમ નિિશ્ચત કરી શકે છે. જો કે 53 ટકા લોકોનુ મંતવ્ય તે પણ હતું કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાંચ જુલાઇએ રજુ થનારા બજેટમાં પ્રત્યક્ષ કરમાં મોટુ પરિવર્તન નહી કરે. બીજી તરફ 46 ટકાનું કહેવું હતું કે તમામ કંપનીઆે માટે કોર્પોરેટ કરના દરને ઘટાડીને 25 ટકા ન કરવામાં આવવું જોઇએ. ઉદ્યાેગ મંડળ કંપની કરના દર ઘટાડવાની માંગ કરી રહ્યા છે.