10 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે કરમુકત !

February 2, 2019 at 11:01 am


નાણા મંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ 2019માં ઇન્કમ ટેક્સ આપનારાઆે માટે રાહત આપતાં પાંચ લાખ રુપિયા સુધીની કમાણી પર પૂરી છૂટ આપવાની જાહેરાત કરી. જો કે વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો 10 લાખ સુધીની આવક કરમુકત થઈ શકે છે. આ પગલાને મધ્યમ વર્ગ માટે મોટી રાહતના રુપમાં જોવામાં આવી રહી છે. આ પહેલા સાડા ત્રણ લાખ સુધીની કમાણી પર છૂટ મળતી હતી.

નવી જાહેરાતને લીધે વ્યિક્તગત કરદાતાઆેને આગામી નાણાકીય વર્ષમાં 12 હજાર રુપિયાનો ફાયદો થશે. હાલ આ ફાયદો અઢી હજાર રુપિયાનો છે. પરંતુ આ ફાયદો માત્ર પાંચ લાખ રુપિયા વાર્ષિક કમાણીવાળા લોકોને જ મળશે. જોકે, વર્તમાન બજેટમાં મૂળભૂત છૂટની સીમા અને ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 2.50 લાખ રુપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહી લાગે.

પીયૂષ ગોયલે બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની સીમાને પણ 40 હજારથી વધીને 50 હજાર રુપિયા કરી દીધો છે. આ રાહત પણ માત્ર પાંચ લાખ રુપિયાની યોગ્ય કમાણીવાળાને જ મળશે. જૂના તમામ ટેક્સ સ્લેબ ચાલુ રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો જો તમારી કમાણી પાંચ લાખ રુપિયાથી વધુ છે તો તમારે જૂનો રેટ ઉપર જ ટેક્સ ભરવો પડશે.

પરંતુ શું તમને ખબર છે કે તમે 10 લાખ રુપિયા સુધીની આવક પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો. ફિનસેફના સંસ્થાપાક મૃણ અગ્રવાલ મુજબ, માની લો કે તમારી કુલા આવક 10 લાખ રુપિયા છે. હવે તેમાંથી તમને 1.50 લાખ રુપિયા સુધી સેક્શન 80 હેઠળ છૂટ મળે છે. પછી 50 હજાર રુપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન, બે લાખ રુપિયા સુધી હોમ લોનનું વ્યાજ, 50 હજાર રુપિયા નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ) અને 50 હજાર રુપિયા સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં આવતાં પાંચ લાખ રુપિયા સીધે-સીધા છૂટ મળી જશે.

તેના કારણે ટેક્સના દાયરમાં માત્ર પાંચ લાખ રુપિયાની કમાણી આવશે. આ રકમ નવી જાહેરાત હેઠળ છૂટના દાયરમાં આવી જશે. એવામાં તમે 12,500 રુપિયા ટેક્સ રુપે જમા કરાવશો પરંતુ સેક્શન 87 હેઠળ મળતી છૂટથી આ રકમ પરત મળી જશે. પરંતુ તેના માટે તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું પડશે

Comments

comments

VOTING POLL