10 વર્ષના બાળકે કર્યું કંઈક એવું કામ કે સૌ કોઈને મુક્યા અચંબામાં…..

April 13, 2019 at 1:07 pm


આમ જુઓ તો તમે જોતા હોય તે સપના મહાન હોવા જોઈએ, કેમ કે તમને ખબર નથી હોતી કે જ્યારે આ સપના હકીકતમાં બદલાય છે. ત્યારે કેવો આનંદ થાય છે ,આવું જ એક 10 વર્ષીય ઓસ્ટ્રેલિયન બાળક સાથે બન્યું. 10 વર્ષીય એલેક્સ Jakwot પોતાની એરલાઈન શરૂ કરવા માંગે છે, પરંતુ તેને એ ખબર ન હતી કે તેની શરુઆત ક્યારે કરવામાં આવે.

 

ખરેખર ઓસ્ટ્રેલિયા સૌથી જૂની એરલાઇન ક્વાન્ટ્સના (Qantas)ના સીઇઓ એલન જોયસને એલેક્સ Jakwot એ પત્ર લખ્યો અને તેને ફ્લાઇટ શરૂ કરવાના વિષય પર સવાલ કર્યો. જેના પર ક્વાન્ટસના સીઇઓએ પણ એલેક્સના પત્ર પર જવાબ આપતા કહ્યું કે કેવી રીતે પોતાની એરલાઇન કંપની ઉભી કરી શકે છે અને સફળતા સુધી પહોંચી શકે છે.

 

ક્વોન્ટસ એરલાઇન્સે એલેક્સ જેક્વાટ અને સીઈઓ એલન જોયસની વાતના આ પત્રને ક્વોન્ટાસ એરલાઇન્સે તેની સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.બાદમાં તે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કારણ કે કોઈએ આ વિશે વિચાર્યું ન હોય કે મોટી એરલાઇન કંપની 10-વર્ષના બાળકને ગંભીરતાથી પ્રશ્ન કરશે અને પ્રશ્નનો જવાબ આપશે. બાળકના પત્રનો જવાબ આપતા,

 

ક્વાન્ટસ એરલાઇન્સના સીઈઓ એલન જોયસે લખ્યું હતું કે “અમારા કોમ્પીટીર્ટર સામાન્ય રીતે સલાહ માટે પૂછી શકતો નથી, પરંતુ જ્યારે એરલાઇનનો લીડર પોતે અમને પ્રશ્નો પૂછે છે, ત્યારે અમે તેને અવગણી શકતા નથી. ઓસ્ટ્રેલિયાની સૌથી જૂની એરલાઇન ક્વાન્ટાસના ગ્રૃપ સીઇઓ એલન જોયસે 10 વર્ષીય એલેક્સ જેક્વાટ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ઇન-ફ્લાઇટ કેટરિંગ અને લાંબા અંતરની ફ્લાઇટ્સ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી અને બંને વચ્ચે એમઓયુ પણ થતા 2026થી તે આ કંપનીમાં કામ કરશે.

Comments

comments

VOTING POLL