100 ટકા દિવાળી કેશબેકની રિલાયન્સ જીઆે દ્વારા આેફર

October 29, 2018 at 7:39 pm


દિવાળી આડે ગણતરીના દિવસાે રહ્યાા છે ત્યારે રિલાયન્સ જીઆે દ્વારા 100 ટકા દિવાળી કેશબેકની આેફર કરી છે. સાથે સાથે 1699 રૂપિયામાં અનલિમિટેડ વાર્ષિક યોજનાની પણ જાહેરાત કરી છે. કેશબેક રિલાયન્સ ડિજિટલ કુપનમાં આપવામાં આવશે. રિલાયન્સ જીઆેના એક્ટીવિઝર રહેલા કસ્ટમરો અને જીઆે પ્રાઈમ મેમ્બરશીપમાં નાેંધણી કરાવી ચુકેલા યુઝરોને આનાે લાભ મેળવવાની તક રહેશે. દિવાળી આડે થોડાક દિવસ રહ્યાા છે ત્યારે રિલાયન્સ જીઆેની આ આેફર પણ કસ્ટમરોને ખેંચે તેવી શક્યતા છે. દિવાળી આડે મોટાભાગની કંપનીઆે નવી નવી આેફરો અને ડિલ સાથે આગળ આવી રહી છે ત્યારે મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ જીઆે દ્વારા પ્રિપેઇડ રિચાર્જ ઉપર 100 ટકા કેશબેક દિવાળીની આેફર કરી છે. જુદા જુદા સ્લેબમાં ઉપલબ્ધ પ્રિપેઇડ રિચાર્જની સાથે એક કસ્ટમર રિટેલર મારફતે 149 અથવા તાે તેનાથી વધુના રિચાર્જ કરાવશે તાે તે 100 ટકા કેશબેક માટે લાયક રહેશે. રિટેલર, જીઆે વેબસાઇટ, એપ અથવા તાે જીઆે પાર્ટનરની કોઇપણ વેબસાઇટ ઉપર રિચાર્જ કરાવનારને 100 ટકા કેશબેકનાે ફાયદો મળશે. આ કેશબેક રિલાયન્સ ડિજિટલ કૂપનમાં આપવામાં આવશે. રિલાયન્સ જીઆેના એક્ટીવ યુઝરો અને નાેંધણી કરાવી ચુકેલાઆેને લાભ મળશે. આ આેફર 18મી આેક્ટોબર 2018થી 30મી નવેમ્બર 2018 સુધી દરેક પ્રકારના કસ્ટમરો માટે ખુલ્લી છે. જ્યારે કુપન ઉપલબ્ધતાની અવધિ 31મી ડિસેમ્બર 2018 સુધીની રહેશે. કેશબેક તરીકે આપવામાં આવનાર કૂપનાે કોઇપણ રિલાયન્સના ડિજિટલ સ્ટોર ઉપર ચલાવી શકાશે. રિલાયન્સ ડિજિટલ સ્ટોર દ્વારા વેચવામાં આવતી કોઇપણ વસ્તુ ઉપર પાંચ હજાર રૂપિયાની ખરીદી ઉપર પણ લાભ મળશે. આ ઉપરાંત રિલાયન્સ જીઆે દ્વારા 1699 રૂપિયામાં એક વર્ષમાં ટેરિફ Ãલાનની પણ શરૂઆત કરવામાં આવી છે જેમાં જીઆેના ગ્રાહકો માટે અનલિમિટેડ વોઇસ અને ડેટા સવસ આપવામાં આવનાર છે. 365 દિવસની વેલિડિટી સાથે આ પેક 547.5 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. 1.5 જીબીની ડેઇલી લિમિટ પણ આમા રહેશે. પ્લાન જીઆે એપને લઇને અનલિમિટેડ એસએમએસની પણ આેફર કરશે. રિલાયન્સ જીઆે દ્વારા હાલમાં કસ્ટમરોને નવી નવી આેફરો આપવામાં આવી રહી છે. આ આેફરો હેઠળ આ એક નવી આેફર કરાઈ છે.

Comments

comments

VOTING POLL