12મીએ ભવ્યતાથી ઉજવાશે સેન મહારાજની 718મી જન્મજયંતિ

May 7, 2018 at 1:22 pm


શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન
સંત સેન મહારાજની 718મી જન્મજયંતિની ભાવનગરમાં ભવ્ય ઉજવણી તા.12-5નાં રોજ થશે. શોભાયાત્રા શહેરનાં ભરતનગર વિસ્તારમાં વાજતે ગાજતે નીકળશે.
સમસ્ત વાળંદ સમાજ દ્વારા આગામી તા.12ને શનિવારના સંત શિરોમણી પુ.સેન મહારાજની 718મી જન્મજયંતિની ભારે ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરાશે. શહેરનાં ભરતનગર મંગલમ હોલ ખાતેથી સાંજે 4 વાગે શોભાયાત્રા ડી.જે. સાઉન્ડનાં તાબે વાજતે-ગાજતે નીકળી સેન મહારાજ ચોક ખાતે આવશે. શોભાયાત્રામાં સમાજના આગેવાનો હેમરાજભાઇ પાડલીયા (ગાંધીનગર) દિલીપભાઇ વાધેલા (સુરત) સહિતના હજારો જ્ઞાતિના લોકો જોડાશે આ શોભાયાત્રામાં સમસ્ત વાળંદ જ્ઞાતિજનોને ઉમટી પડવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે સેન મહારાજ ચોક ખાતે સાંજે મહાઆરતી યોજાશે તેમ વિપુલ હિરાણીની યાદીમાં જણાવાયું છે.

Comments

comments

VOTING POLL