12 વર્ષની છોકરીએ કમાયા ઢગલા મોઢે પૈસા…પોતાની કમાણીથી ખરીદી BMW

April 18, 2019 at 2:33 pm


જે ઉમરમાં બાળકો પોતાના મમ્મી-પપ્પા પાસેથી રમકડાં વિડીયો ગેમ વગેરે લેવાની જીદ કરે છે,તે જ ઉંમરમાં થાઈલેન્ડની 12 વર્ષની નૈથેનની નામની બાળકી પોતાની જ જાતે કમાયેલા પૈસાથી પોતાના 12 માં જન્મદિસવ પર એક લગ્ઝરીયસ બીએમડબ્લ્યુ સેડાન ગાડી ગિફ્ટ કરી છે.

 

તમારા માંથી કેટલા લોકો એ પોતાના જ પૈસાથી પોતાના માટે બીએમડબ્લ્યુ કાર ખરીદી છે,અને તે પણ આટલી નાની ઉંમરમાં? મોટાભાગે લોકો સારી એવી નોકરી પછી 30 કે 40 ની ઉંમરમાં પોતાના માટે ગાડી ખરીદી શકે છે. પણ આ નાની છોકરીએ 12 વર્ષની ઉંમરમાં જ શાનદાર ગાડી ખરીદી લીધી છે.

 

થાઈલેન્ડ ના ચેંટાબુરીમાં રહેનારી આ 12 વર્ષની આ બાળકી વ્યવસાયથી એક મેકઅપ આર્ટિસ્ટ છે, અને તે પણ પ્રોફેશનલ. તે લંડન ફેશન વીક 2018 સુધી માં પણ હિસ્સો લઇ ચુકી છે. તે લંડન ફેશન વીકમાં મેકઅપ કરનારી સૌથી નાની ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

 

નૈથેનનના ફેસબુક પર 9 લાખ કરતા પણ વધારે ફોલોઅર્સ છે. નૈથેનને પોતાના જન્મદિસવના દિવસે એટલે કે 9 એપ્રિલ ના રોજ ફેસબુક પર પોસ્ટ શેયર કરતા લહ્યું કે,”મને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ. હું આજે 12 વર્ષની થઇ ગઈ છું અને તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભારી છું. શુભકામનાઓ માટે તમારો ખુબ ખુબ આભાર. મારા તરફથી પણ દરેક ને શુભકામના”.

 

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર એક પછી એક કમેન્ટ્સ આવી રહી છે. અમુકનું કહેવું છે કે તેઓ અત્યાર સુધી લગ્ઝરી તો શું એક પણ ગાડી ખરીદી નથી શક્યા, તો અમુકનું કહેવું છે કે 12 વર્ષની ઉંમરમાં તો તેઓ વિડીયો ગેમ અને રમકડાંથી રમતા હતા.

 

જાણકારી અનુસાર નૈથેનને યુટ્યૂબની મદદ દ્વારા મેકઅપ કરવાનું શીખ્યું હતું. જ્યારે તે 7 વર્ષની હતી ત્યારે સોશિયલ મીડિયા પર પોતાના મેકઅપનો વિડીયો પોસ્ટ કરવાનું શરૂ કર્યુ હતું. જેના પછી લોકોની નજરો તેના ઉપર પડી અને તે ફેમસ બનતી ગઈ. જો કે આ પ્રોફેશનલ આર્ટિસ્ટ બનવા માટે તેણે પ્રોફેશનલ મેકઅપના કોર્ષ પણ કર્યા છે.

Comments

comments