સતત ઓફિસમાં બેસી રહેતાં લોકો બની જાય છે ‘ડોબા’

May 12, 2018 at 10:08 am


સેન્ટ્રલ એસી ઓફિસ, ઉચ્ચ અધિકારી તરીકેનો રૂઆબ અને સારો પગાર આવી નોકરી મળે તેવી ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આવી નોકરી કરનાર વ્યક્તિ માનસિક રીતે નબળી બની જાય છે ?

અમેરિકાના લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો દિવસમાં આઠ કલાકથી વધુ સમય ડેસ્ક પર બેસીને પસાર કરે છે તેમનું મગજના નબળું પડી જાય છે. બેઠાડુ જીવનશૈલી ધરાવતાં લોકોના મગજનો ખાસ ભાગ પાતળો થવા લાગે છે. વળી બેઠાડુ જીવન શૈલીને કારણે હાર્ટની સમસ્યા, ડાયાબિટીઝ અને કેન્સર થવાની સંભાવના વધી જાય છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે સતત એક જગ્યાએ બેસીને કામ કરતાં લોકોમાં નિર્ણય લેવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

Comments

comments

VOTING POLL