13 કરોડના બારદાન ખરેખર રાજકોટ પહાેંચ્યા હતા કે કેમ ?: પોલીસની તપાસ

August 22, 2018 at 11:46 am


જેતપુરના પેઢલા ગામે મગફળી કૌભાંડમાં ઝડપાયેલા અને રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગમા નામ ખુલતા પોલીસે જેલમાંથી કબજો મેળવી મગન ઝાલાવડીયાને કોર્ટમાં રજૂ કરતા 10 દિવસના રીમાન્ડ મંજુર થયા હતા. માર્કેટ યાર્ડમાં લાગેલી બારદાનના ગોડાઉનમાં આગમાં કલકત્તાથી આવેલા 13 કરોડના બારદાન સળગી ગયાનું બહાર આવ્યું હતું. પોલીસે આ બારદાન ખરેખર રાજકોટ પહાેંચ્યા હતા કે કેમ ં તે અંગે ગોડાઉનમાં આંકડાકીય માહિતી મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તેમજ પોલીસે ગુજકોટના અધિકારી તેમજ બારદાન ખરીદનાર બે વેપારી સહિતની પુછપરછ હાથ ધરી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પાંચ માસ પહેલા જુના માર્કેટ યાર્ડમાં બારદાનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં પહેલેથી જ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયેલો શંકાસ્પદ બંડીધારી શખસ આજ સુધી પોલીસને મળ્યો ન હોય મગફળી કૌભાંડમાં રીમાન્ડ પર રહેલા મગન ઝાલાવડીયાએ બારદાનમાં કૌભાંડ આચર્યાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા બી-ડીવીઝન પોલીસે ગુનો નાેંધી જેલમાંથી મગન ઝાલાવડીયાનો કબજો મેળવી તેમજ અન્ય 8 શખસોની પુછપરછ બાદ તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં કલકત્તાથી ફેબ્રુઆરીમાં આવેલ 13 કરોડનો બારદાનનો જથ્થો ખરેખર રાજકોટ પહાેંચ્યો છે કે કેમ ? તે અંગે ગોડાઉનમાં દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તે ઉપરાંત અન્ય મોટા માથાઆે સંડોવાયા છે કે કેમ ? તે અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL