13.18 લાખ મતદારોનું મોબાઇલ સાથે લિંકઅપઃ 7.68 લાખનું લિંકઅપ બાકી

September 10, 2018 at 3:18 pm


રાજકોટ જિલ્લા કલેકટર અને હોદ્દાની રુએ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધાંધલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ વિધાનસભાની જસદણ બેઠકની પેટાચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર હોવાથી તે મત વિસ્તારમાં મતદાર યાદી સતત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે અને તે સિવાયની રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભાની અન્ય બેઠકો પર તા.1-1-2019ની લાયકાતની તારીખના સંદર્ભમાં સઘન સ્વરૂપે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યાે છે.

કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે. તા.1 સપ્ટેમ્બરના રોજ ફોટાવાળી મતદાર યાદીની સંકલિત મુસદ્દાની પ્રસિધ્ધિ કરાયા બાદ તા.15 આેકટોબર સુધી હકક-દાવા અને વાંધા રજૂ કરવાનો સમયગાળો અપાયો છે. આગામી તા.16 અને 30 સપ્ટેમ્બર તથા 15 આેકટોબરના રોજ તમામ મતદાન મથકોએ હકક-દાવા અને વાંધાઆે સ્વીકારવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તા.4 જાન્યુઆરીના રોજ ફોટાવાળી મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે.

મતદારોના નામ તેમણે આપેલા મોબાઈલ સાથે લિંકઅપ કરવાની કામગીરી પણ આ વખતે હાથ ધરવામાં આવી છે અને તે મુજબ અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાની વિધાનસભાની 8 બેઠકો પર કુલ 13,18,203 મતદારોના મોબાઈલનું લિંકઅપ થઈ ચૂકયું છે અને હવે બાકી રહેતા 7,68,077 મતદારોના મોબાઈલનું લિંકઅપ આગામી દિવસોમાં કરવામાં આવશે.તા.1 સપ્ટેમ્બરની સ્થિતિએ રાજકોટ શહેર અને જિલ્લામાં વિધાનસભાની 8 બેઠકો પર કુલ 20,86,280 મતદારો છે તેમાં 99,81,20 મહિલાઆે અને 10,88,141 પુરુષ મતદારો છે. થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 19 છે.

અગાઉ રાજકોટ શહેર-જિલ્લામાં વિધાનસભાની 8 બેઠકમાં કુલ 2158 મતદાન મથકો હતા પરંતુ તેમાં આ વખતે 44નો વધારો થયો છે. રાજકોટ પૂર્વમાં 2, પશ્ચિમમાં 5, દક્ષિણમાં 7, ગ્રામ્યમાં 13, જેતપુરમાં 12, ધોરાજીમાં 5 મતદાન મથકો વધ્યા છે. ગાેંડલમાં એક પણ મતદાન મથકનો વધારો થયો નથી. જ્યારે જસદણમાં પેટાચૂંટણી હોવાથી ત્યાં પણ નવા એક પણ મતદાન મથકનો વધારો કરાયો નથી.

Comments

comments

VOTING POLL