૧૩ આંકડાના નંબરનો ઉપયોગ આ કામો માટે થશે, વાંચો વિગત

April 6, 2018 at 7:33 pm


ટેલીકોમ વિભાગને દેશભરની ટેલીકોમ કંપનીના ૧૩ ડીજીટ વાળા નંબર બહાર પાડ્યા છે. હાલમાં તો આ ટ્રાયલ માટે જ બહાર પાડવામાં આવ્યા છે. ટેલીકોમ વિભાગને એમટુએમ નંબરની અનુમતિ bsnl,airtel, reliance jio, idea અને vodafonને આપ્યા છે.

ટેલીકોમ રેગુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાને બધી ટેલીકોમ કંપનીની M2M સર્વિસ આપવામાં આવી છે. આના માટે સરકારે અલગથી એક લાઇસન્સ પણ રજુ કર્યો છે. ૧૩ ડીજીટવાળા નબંર રજુ કરવાનો આદેશ સિર્ફ મિશન ટુ મિશન (M2M)કોમ્યુનીકેશન માટે છે, મોબાઈલ નંબર માટે નહિ. M2M કોમ્યુનીકેશનનો ઉપયોગ સ્માર્ટ ઇલેક્ટ્રિક કાર અને કાર ટ્રેકિંગ માટે કરવામાં આવશે. આનો ઉપયોગ સ્માર્ટ હોમ માટે પણ કરી શકાશે.

આની પહેલા પણ એવી અફવા ઉડી હતી કે તમારો મોબાઈલ નંબર બદલવાનો છે. સરકાર ૧૦ આંકડાની જગ્યાએ હવે મોબાઈલ નંબર ૧૩ આંકડાનો થશે. પછી આ કેસમાં દુરસંચાર વિભાગ એ કહ્યું કે બધા યુજર્સ માટે ૧૩ આંકડાવાળો મોબાઈલ નંબરનો રીપોર્ટ એક અફવા છે.

Comments

comments

VOTING POLL