15મી આેગષ્ટથી ફ્લાઇટમાં કરી શકાશે મોબાઇલમાં વાત

July 21, 2018 at 10:48 am


હવે હવાઇ મુસાફરી દરમિયાન તમે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશો. 15 આૅગષ્ટથી તમને ફ્લાઇટમાં ફોન કરવાની આઝાદી મળી શકે છે. એટલું જ નહી તમે ફ્લાઇટમાં ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકશો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર દૂરસંચાર વિભાગે ઇનફ્લાઇટ કનેિક્ટવિટીની ગાઇડલાઇંસ તૈયાર કરી લીધી છે. હવે આની પર એવિએશન અને ગૃહ મંત્રાલય પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. ફાઇનલ ગાઇડલાઇન આૅગષ્ટમાં આવી શકે છે.

ટ્રાઈની ભલામણો અનુસાર જે કંપનીઆે ફ્લાઇટમાં આ સુવિધા આપવા ઇચ્છશે તેમણે આ માટે અલગથી લાઇસેંસ લેવું પડશે. આ સુવિધા ભારતીય વાયુસીમાની અંદર ઘરેલૂ અને વિદેશી બંને પ્રકારનાં યાત્રિયોને મળશે. આ સુવિધા માટે સરકારને હાલનાં ટેલિગ્રાફ એક્ટમાં બદલાવ કરવો પડશે.

સ્પાઇસજેટ અને જેટ એયરવેઝ સેવાઆે આપવા માટે પહેલાથી જ રસ દાખવી ચુકી છે. આ ફ્લાઇટ સવિર્સ પ્રાેવાઇડરને 1 રુપિયામાં તેનું લાઇસેંસ મળશે. પરંતુ ટેક-આૅફ લેન્ડિંગ દરમિયાન વાત નહી થઇ શકે. વિદેશી એયરલાઇન્સમાં પહેલાથી જ આ સુવિધા છે. ભારતમાં ગાઇડલાઇન્સ ના હોવાથી આ સવિર્સ આપવામાં નથી આવતી.

Comments

comments

VOTING POLL