15 દિવસમાં જ પેટ્રાેલ અઢી રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા માેંઘું થયું

January 19, 2019 at 5:15 pm


ગત 15 દિવસમાં પેટ્રાેલ અને ડીઝલ્ના ભાવમાં જે પ્રકારે ઝડપથી ભાવ વધી રહ્યા છે, તેનાથી ફરી એકવાર ખિસ્સાનું બજેટ બગડતું જોવા મળી રહ્યું છે. ગત 15 દિવસના મુકાબલે પેટ્રાેલ અઢી રુપિયા માેંઘુ થઇ ચૂક્યું છે, તો બીજી તરફ ડીઝલના ભાવમાં ત્રણ રુપિયા પ્રતિ લીટર માેંઘુ થયું છે. 5 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રાેલ 68.29 રુપિયા હતું, તો આજે તેની કિંમત 70.72 રુપિયા સુધી પહાેંચી ચૂકી છે. આ પ્રકારે 5 જાન્યુઆરીના રોજ ડીઝલનો ભાવ 62.16 રુપિયા હતી, જે આજે વધીને 65.16 રુપિયા થઇ ગઇ છે. શનિવારે પણ પેટ્રાેલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રાેલના ભાવમાં પ્રતિ લીટર 17 પૈસા અને ડીઝલના ભાવમાં 19 પૈસાનો વધારો થયો છે.
મુંબઇમાં એક લીટર પેટ્રાેલનો ભાવ 76.35 રુપિયા અને ડીઝલ 68.22 રુપિયા પહાેંચી ચૂક્યો છે. ગુડગાવમાં પેટ્રાેલ 71.56 રુપિયા પહાેંચી ગયો છે. નોઇડામાં પેટ્રાેલના ભાવ 70.53 પૈસા અને ડીઝલની કિંમત 64.43 પૈસા પહાેંચી ચૂકી છે.
ક્રૂડમાં આેઈલમાં તેજીના સંકેત
જાણકારોને આશા છે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ આેઈલના ભાવમાં હજુ તેજી યથાવત રહેશે. આગામી દિવસોમાં પેટ્રાેલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. 27 ડિસેમ્બરથી સતત ક્રૂડ આેઈલ માેંઘુ થવાનો સિલસિલો યથાવત રહ્યાે છે.
બે રુપિયા સુધી માેંઘુ થઇ શકે છે પેટ્રાેલ
અત્યારે બ્રેંટ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યા છે. જો ક્રૂડ આેઈલ આ સ્તરથી ઉપર જાય છે તો પેટ્રાેલના ભાવમાં 1 થી 2 રુપિયાનો વધારો થઇ શકે છે. ગત થોડા દિવસોમાં ક્રૂડની કિંમતોમાં 50 ડોલર પ્રતિ બેરના સ્તર પર પહાેંચી ગઇ હતી.
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રાેલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રાેલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રુપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રાેલ આટલું માેંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રાેલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રાેલની સાચી કિંમત ફક્ત 34 રુપિયા પ્રતિ લીટર છે.

Comments

comments

VOTING POLL