15 વર્ષ બાદ ગોર્જિયસ ગર્લ પ્રિયંકા ચોપડા ફરી જોવા મળશે ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકામાં…….

February 2, 2019 at 8:29 pm


પિયુ સૌ કોઈમાં તેના નેગેટીવ એન્ડ પોઝિટીવ બંને રોલ માટે ફેમસ છે, કામ દરમિયાન યૌન શોષણના વિષય પર બનેલી પહેલી ફિલ્મ ‘એતરાજ’માં વેમ્પની ભૂમિકા નિભાવનારી ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપડા ફરી એકવાર મોટા પડદા પર નેગેટિવ રૉલ કરવા જઇ રહી છે. પ્રિયંકાની આ ફિલ્મ એક બાયૉપિક હશે અને આને બનાવવા માટે પ્રિયંકાએ હૉલીવુડના કેટલાક મોટા સ્ટુડિયોઝના સંપર્ક પણ કર્યો છે.
હાલમાં ફિલ્મની રાઇટિંગ ચાલુ છે. પ્રિયંકા પોતાની આગામી ફિલ્મ વિવાદિત ધર્મ ગુરુ રજનીશ ઉર્ફ ઓશો સાથે સંકળાયેલી આનંદ શીલા પર છે, ફિલ્મમાં પ્રિયંકા આનંદ શીલાની ભૂમિકા નિભાવશે.
પ્રિયંકાએ આ શૉ પર કહ્યું કે, હું બેરી લેવિંગ્સ્ટનની સાથે મળીને એક ફિલ્મ બનાવી રહ્યાં છે, આ ફિલ્મ માં આનંદ શીલા નામની એક ગુરુ પર છે જેનો સંબંધ ભારત સાથે છે અને જે ઓશોની વિશ્વાસપાત્ર માનવામાં આવતી હતી. માં આનંદ શીલાએ ઓશો માટે અમેરિકામાં આશ્રમ બનાવ્યો હતો, કેમકે માં આનંદ શીલાએ ઓશોને એકદમ નજીકથી જોયા અને સમજ્યા છે.
ગુજરાતમાં પેદા થયેલી શીલા પટેલનું આખુ જીવન વિવાદોથી ભરેલુ છે, ઓશો મુવમેન્ટની આ પ્રવક્તા પણ રહી છે. અમેરિકામાં તેને હત્યાના આરોપને લઇને 20 વર્ષની જેલ થઇ હતી, બાદમાં પેરૉલ મળ્યા અને તે સ્વિત્ઝર્લેન્ડ ચાલી ગઇ, ત્યાં તેના પર હત્યાનો કેસ ચાલ્યો હતો. ત્યારે પ્રિયંકા આ કિરદાર ખૂબ સારી રીતે નિભાવવા સક્ષમ છે તેમ કહેવું જરાપણ ખોટું નહીં.

Comments

comments

VOTING POLL