15.80 લાખના બારદાન કૌભાંડમાં ગુજકોટના મેનેજરનું ભાગબટાઈમાં નામ ખુલતા ખળભળાટ

August 20, 2018 at 12:02 pm


રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં ચારેક માસ પહેલા ભભુકેલી આગમાં મગફળી કાંડનો સુત્રધાર મગન ઝાલાવડિયાએ રૂા.15.80 લાખના બારદાનનું કૌભાંડ કર્યાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે. આ બારદાન કૌભાંડમાં ગુજકોટના મેનેજરની ભાગબટાઈનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. બારદાનની આવકના 10 લાખ ગુજકોટના મેનેજરને આપ્યાનું બહાર આવતા લાંચ રૂશ્વત વિરોધી હેઠળ ગુનો નાેંધવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત બી-ડીવીઝન પોલીસે બારદાન ખરીદનાર બે વેપારી સહિત વધુ 7 શખસોની ધરપકડ કરવા અને બારદાન કબજે કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જેતપુરના પેઢલા ગામે સરકારી મંડળીમાં થયેલા મગફળી કૌભાંડમાં મુખ્ય સુત્રધાર મગન ઝાલાવડિયા સહિત 8 શખસોએ રાજકોટના જુના માર્કેટ યાર્ડમાં લાગેલી ભીષણ આગ લગાડી હોવાનું અને કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું છે. મગન ઝાલાવડિયા તેમજ તેના વેવાઈ સહિતના 7 શખસોએ ગુજકોટના મેનેજરને 10 લાખની લાંચ આપી કૌભાંડ આચર્યાનું બહાર આવતા બી-ડીવીઝન પોલીસે મગફળી કૌભાંડમાં જેલ હવાલે રહેલા મગન ઝાલાવડિયાનો જેલમાંથી કબજો લઈ આજે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમીક તપાસમાં જુના માર્કેટ યાર્ડમાં ચાર માસ પહેલા ભીષણ આગના બનાવમાં ગુજકોટના બચી ગયેલા બારદાન બારોબાર વેચી નાખવાનું કૌભાંડ થયાનું બહાર આવતા ગઈકાલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા બલરામ મીના સહિતના સ્ટાફે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મગન ઝાલાવડિયા સહિતની ટોળકીએ આગમાં બચેલા 34.800 બારદાનને લાતીપ્લોટમાં આવેલ આશાપુરા ટ્રેડર્સ નામની પેઢીના માલીક મહેશ પ્રધાન ભાનુશાળી, સાગર ટ્રેડર્સના માલીક અરવિંદ ઠકકરને વેચી દીધાનું બહાર આવ્યું છે. તેમજ ગુજકોટના મેનેજર મનોજ વ્યાસને રૂા.10 લાખ આપી કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું છે. દરમિયાન આ કૌભાંડમાં મગનના વેવાઈ કાનજી સહિત 7 શખસો સંડોવાયેલા હોય આજે મગનની ધરપકડ બાદ અન્ય શખસોને પણ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. તેમજ રૂા.10 લાખની લાંચ લેનાર ગુજકોટના મેનેજર સામે પણ પગલા લેવાશે.

Comments

comments

VOTING POLL