150 ફૂટ રિંગરોડ પર બિગબજાર ચોકમાં ટ્રાફિક સર્કલ ડેવલપ થશે

November 27, 2018 at 4:52 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા તબક્કાવાર શહેરના વિવિધ રાજમાર્ગો પરના ટ્રાફિક સર્કલ અને ટ્રાફિક આઈલેન્ડનું જનભાગીદારીથી ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં આ અંતર્ગત પશ્ચિમ રાજકોટના 150 ફૂટ રિ»ગરોડ પર બિગબજાર ચોકમાં આવેલું ટ્રાફિક સર્કલ પ્રિમીયમ આધારિત ડેવલપમેન્ટ કરવા આજરોજ મળેલી સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેને સવાર્નુમત્તે બહાલી આપવામાં આવી હતી.
વધુમાં આ દરખાસ્ત અંગે જાણવા મળતી વિગતો મુજબ, બિગબજાર ચોકમાં ટ્રાફિક સર્કલ ડેવલપ કરવા માટે શીલવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટને ડેવલપમેન્ટ રાઈટસ આપવામાં આવ્યા છે. આજરોજ સ્ટેન્ડિ»ગમાં આ અંગેની દરખાસ્ત મંજૂર થઈ ગયા બાદ ઠરાવ મ્યુનિસિપલ કમિશનર તરફ રવાના કરવામાં આવશે અને કમિશનર તરફથી ઠરાવને વહીવટી મંજૂરી આપી વર્ક આેર્ડર આપવામાં આવ્યા બાદ સર્કલ ડેવલપમેન્ટનું કામ શરૂ થશે. સર્કલ ડેવલપમેન્ટ માટેનો પ્લાન અને ડિઝાઈન સક્ષમ આેથોરિટી પાસે મંજૂર કરાવવાના રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

તપસમ્રાટ રતિલાલ મહારાજસાહેબ ચોકનો દરખાસ્તમાં ‘બિગબજાર’ ચોક તરીકે ઉલ્લેખ !
150 ફૂટ રિ»ગરોડ પર બિગબજાર નજીક આવેલા ચોકનું નામકરણ જૈન ધર્મના ગાેંડલ સંપ્રદાયના મહાન તપસમ્રાટ રતિલાલ મહારાજસાહેબના નામથી નામકરણ કરવામાં આવ્યું છે અને તે અંગેના સાઈનબોર્ડ પણ ત્યાં આગળ મુકી દેવામાં આવ્યા છે આમ છતાં આજરોજ મળેલી સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકના એજન્ડામાં આ ચોકના નામનો ઉલ્લેખ બિગબજાર ચોક તરીકે કરવામાં આવ્યો છે ! જો ખુદ કોર્પોરેશન પણ પોતે કરેલા નામકરણ ભૂલી જતું હોય તો લોકોને ક્યાંથી યાદ રહે તે સો મણનો સવાલ છે.

Comments

comments

VOTING POLL