February 5, 2018 at 1:50 pm


કાલાવડઃ કાલાવડ મચ્છુ કઠીયા સઇ સુતાર, દરજી સ્વ. મગનલાલ સુંદરજીભાઇના પત્ની મંજુલાબેન મગનલાલ મકવાણા તે રાજેશકુમાર મગનલાલ મકવાણા તથા કિત}કુમાર મગનલાલ મકવાણા તથા કુંદનબેન દિનેશકુમાર તથા અસ્મીતા પરેશકુમાર ધામેચાના માતા તથા હસમુખભાઇ અશ્વિનભાઇ, જીતેન્દ્રભાઇ, અતુલભાઇ, રમેશભાઇ તથા સ્વ. કાંતિભાઇના કાકી તથા સ્વ. પોપટભાઇ ત્રીકમજી પીઠડીયા તથા નરભેરામ ત્રીકમજી પીઠડીયા રહે. ધ્રાેલ વાળાના બહેનનું દુઃખદ અવસાન તા. 4-2-2018 ના રોજ થયેલ છે, જેમનું ઉઠમણું તા. પ/ર/ર018 ના રોજ કાલાવડ મુકામે તેમના નિવાસસ્થાન કારીગર ગરબી ચોકમાં સાંજે 4 થી પ રાખેલ છે તથા માવતર પક્ષની સાદડી કાલાવડ મુકામે સાથે રાખેલ છે.

જામનગરઃ મુળ ગામ શિવરાજગઢ હાલ જામનગર નિવાસી જાડેજા ભરતસિંહ જીલુભાના પુત્ર બ્રીજરાજસિંહ ભરતસિંહના પુત્રી હેતાશ્રીબા બ્રીજરાજસિંહ (ઉ.વ. 7 વર્ષ) નુ તા. 3/ર/ર018 ના રોજ અવસાન થયેલ છે, સØગતનું બેસણું તા. 5/2/2018 સાંજે 4-30 થી 5-30 દરમ્યાન ભાઇઆે માટે રાંદલ માતાજીના મંદિરે રાંદલનગર ખાતેના બહેનો માટે અમારા નિવાસસ્થાને રપ, શાતિ પાર્ક સોસાયટી, કે.વી. શાહની વાડી ખાતે રાખવામાં આવેલ છે.

જામનગરઃ સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાûણ મૂળ મેસવાણી હાલ જામનગર (ગµ.સ્વ. વિજયાબેન મનહરલાલ દવે (ઉ.વ. 8પ) તે સ્વ. મનહરલાલ પુરૂષોતમ દવે (નિવૃત રેલ્વે ગાર્ડ) ના પત્ની હિતેષભાઇ (ગ્રામીણ બેંક), સ્વ. નયનાબેન, દક્ષાબેન (બાલાનંદ સ્કૂલ જામનગર), નીતાબેન, જીજ્ઞાબેન (સબ રજીસ્ટ્રાર, કાલાવડ) ના માતા તથા સ્વ. ચંદુલાલ હરિનંદ ભટ્ટના પુત્રી તેમજ સ્વ. મનસુખલાલ પુરૂષોતમ દવેના નાનાભાઇના પત્ની તથા ધીરજલાલ પુરૂષોતમ દવેના ભાભીનું તા. 4-2-2018 રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે, સØગતનું ઉઠમણું તા. 8-2-2018, ગુરૂવારના રોજ સાંજના 4 થી પ કલાકે શ્રી જલારામ મંદિર, સાધના કોલોની, લાલપુર રોડ, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

નાગોરી વણિક ગ.સ્વ. દર્શનાબેન તે સ્વ. ડો. ચૈતન્ય સારડા (આયુર્વેદ) ના પત્ની અને સ્વ. લલીતચંદ્ર ઘેલાભાઇ સારડાના પુત્રવધુ અને કાલીન્દ તથા ચૈતાલીના માતાના દુઃખદ અવસાન થયેલ છે, તેઆેની પ્રાથર્નાસભા તા. 5-2-2018, સોમવારે સાંજના પ થી પ-30 વાગ્યે, હેમેશ્વર મહાદેવના મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

જામનગર ઃ જામનગર નિવાસી હાલાઇ ભાટીયા વિજયસિંહ માધવદાસ આશર (ઉ.વ.73) તે સ્વ. માધવદાસ રવજી તથા સ્વ. માેંધીબેન માધવદાસના પુત્ર અને સ્વ. વષાર્બેનના પતિ તથા હેમાલી પાથ}ના પિતા તથા અજીતસિંહ અને ઇન્દ્રસિંહ, સુરેન્દ્ર, મહેશ, કિશન, ગં.સ્વ. જશવંતીબેન, ઉર્મીલા, ચંqદ્રકા અને આશાના ભાઇ તે માંડવી કચ્છવાળા જેઠમલ કજરીયાના જમાઇ મુંબઇ મુકામે શનિવાર તા. 3-2-18ના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું ઉઠમણુ તેમના નિવાસ સ્થાન લક્ષ્મીભુવન પવનચકકી બંગલો, ન્યુ જેલ રોડ, જામનગર ખાતે તા. 6-2 ને મંગળવારના રોજ સાંજે 5 થી 6 દરમ્યાન રાખવામાં આવેલ છે.

જામનગર ઃ જામવંથલીવાળા હાલ જામનગર સ્વ. દયાળજી કાલીદાસ મહેતાના સુપુત્ર મહેન્દ્ર દયાળજી મહેતા (સેન્ટ્રલ બેંક – ઉ.વ. 77) તે હંસાબેનના પતિ, સોનલ મનોજકુમાર મહેતા તથા શીલ્પા રિિધ્ધભાઇ શાહના પિતા, મહેશભાઇ, નિર્મળાબેન, જસવંતીબેનના નાનાભાઇ પરીખના કાકા અને સ્વ. આણંદલાલ પ્રજારામ શેઠના જમાઇનું તા. 4-2-2018 ને રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે, સØગતનું ઉઠમણું તા. 5-2-2018 ને સોમવારના રોજ બપોરે 4 કલાકે પેલેસ દેરાસર, આયંબીલ ભુવન, જામનગર ખાતે રાખેલ છે.

જામનગરઃ છીપા (વાંઝા) દરજી સુમીતાબેન ધર્મેશભાઇ ગોહિલ (ઉ.વ.35) તેઆે ધર્મેશભાઇ પ્રફºંભાઇ ગોહેલનાં પિત્ન, દ્વારકાવાળા હેમંતભાઇ લક્ષ્મણભાઇ પરમારના પુત્રીનું તા.4-2-18ના રોજ અવસાન થયેલ છે, સદગતનું ઉઠમણું તા.5-2-2018ના રોજ પાબારી હોલ ખાતે સાંજે 4 થી 4-30 વાગ્યે રાખેલ છે.

જામનગર ઃ લોહાણા દર્પણ માસિકના તંત્રી ચુનીભાઇ મથુરદાસ ખખ્ખર તે સ્વ. રસિકભાઇ, સ્વ. નટુભાઇ, પ્રવિણાબેન વિનોદરાય મહેતાના ભાઇ, ચેતન (આઇસીઆઇસીઆઇબેંક) દર્શનાના પિતા, વિનય, હિતેશ, અતુલ, અશોક, રાજેન્દ્ર તથા ચેતના જયેન્દ્રકુમારના કાકા, મુળ કરાંચીવાળા ભગવાનજીભાઇ પ્રાગજીભાઇ પોપટના જમાઇનું તા. 3ના રોજ અવસાન થયેલ છે, સદગતનું ઉઠમણુ તા. 5-2-18 સોમવારના સાંજે 5 થી 5-30 દરમ્યાન ભાઇઆે તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખેલ છે.

જામનગરઃ એન. શાંતાકુમારી (ઉ.વ.82) તે સ્વ. કે.આર. જાનકી તથા સ્વ. નટરાજનના સુપુત્રી, કેપ્ટન સી. કે. મણીના સાસુમાં તેમજ ઉષા સી.કે. મણી (ડીરેકટર, નંદ વિધા નિકેતન એસ્સાર સ્કૂલ), વિજયાબેન, રમાબેન, સ્વ. ચંદ્રકલાબેન, સ્વ. અનુરાધાબેનના માતાનું તા.4-2-2018ના રોજ અવસાન થયેલ છે, સદગતની પ્રાર્થનાસભા તા.8-2-2018 ગુરૂવારના રોજ સાંજે 4 થી 4-30 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

જામનગર ઃ સ્વ. વિનોદચંદ્ર ભગવાનજી સાડીયાના પત્ની હંસાબેન વિનોદચંદ્ર સાવડીયા (ઉ.વ.78) તે ચુનીલાલ નેમચંદ શેઠના પુત્રી તેમજ સંજીવ વી. સાવડીયા (બેંક આેફ બરોડા) ના માતા તથા રીટાબેન નીલેશભાઇ મેતા અને રૂપાબેન શૈલેષભાઇ મેતાના માતાનું તા. 5-2 ને સમોવારના રોજ અવસાન થયેલ છે, સદગતનું ઉઠમણું તા. 7-2ને બુધવારના રોજ સવારે 9 કલાકે વારીયાના ડેલા ઉપાશ્રય (ગાંધીજીના બાવલા) જામનગર ખાતે રાખેલ છે.

Comments

comments

VOTING POLL