February 20, 2018 at 1:16 pm


ભંડારિયા ખાતે સંત દુઃખીશ્યામબાપાની 22મી પૂÎયતિથીની કરાશે ઉજવણી
સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ કહેવાય છે, એવા જ ભાવનગર જિલ્લાનાં પ્રસિધ્ધ યાત્રાધામ ભંડારિયામાં આવેલ દુઃખીશ્યામબાપા આશ્રમ ખાતે જાગનાથ મહાદેવના સાનિધ્યમાં પૂ.સંત દુઃખીશ્યામબાપાની 22મી પૂÎયતિથી મહોત્સવ ધામધુમથી તા.22ને ગુરૂવારના રોજ ઉજવાશે. જેમાં મંગળા આરતી સવારે 5.30 કલાકે, ધ્વજારોહણ સવારે 9 કલાકે, પાદુકા પુજન સવારે 9.30 કલાકે ત્યારબાદ મહાપ્રસાદ સવારે 10.30થી શરૂ એક લોકવાયકા મુજબ જાગનાથ મહાદેવ પરિસરમાં આવેલ કડવો લીમડો દુઃખીશ્યામબાપાના તપોબળથી મીઠો થઇ ગયો છે તો આવા પ્રસિધ્ધ અને સિધ્ધ હસ્ત સંતના આશિવાર્દ લેવા તથા સમગ્ર કાર્યક્રમમાં પધારવા સમગ્ર ભાવિ ભકતજનોને સંત દુઃખીશ્યામબાપા સેવા ટ્રસ્ટ (ભંડારિયા) દ્વારા અનુરોધ કરાયો છે.
સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડુતભાઇઆે માટે જાણવા જોગ
સૌરાષ્ટ્ર વિસ્તારના બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતું (નવાપરા ભાવનગર)ની ખેડુતો માટે બાગાયત ખાતાની વિવિધ સહાયની યોજનાઆે જેવી કે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રકચર (ડુંગળીના મેડા) માટે (ક્ષમતા 25 મે.ટન) ઘટકો માટેની સહાય મેળવવાની અરજીઆે કરી શકાશે. રસ ધરાવતાં ખેડુતોએ નીચે મુજબના સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવેલ છે.
રાહત દરે એકયુપ્રેશરની સારવાર
મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા.10ના ટોકન દર એકયુપ્રેશરની સેવામાં ઘુંટણ, ડોકનો તથા પગના તમામ દુઃખાવા માટેની સારવાર મંગળ તથા શુક્રવારે સવારે 10 થી 12 દરમ્યાન મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ મંગળાબા સત્સંગ હોલ, એલ.આઇ.જી. 216, સોમનાથ મંદિર પાસે, આનંદનગર ખાતે આપવામાં આવશે જેનો જરૂરિયાતમંદોએ લાભ લેવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.
રાહત દરે આંખના રોગોનું નિદાન અને સારવાર
મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક સેવામાં રૂા.10ના ટોકન દરે તથા એકયુપ્રેશરની સારવાર અને આંખો તપાસ કરીને આંખોના મોતીયા, ઝામર, વેલ વિગેરે આેપરેશન તથા તાપીબાઇ આયુર્વેદિક સરકારી હોસ્પિટલના સહયોગથી હરસ, મસાં, ભગંદરના આેપરેશન સોમ થી શનિ સાંજે 4 થી 6 દરમ્યાન મંગલ આરોગ્ય મંદિર, મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ, એલ.આઇ.જી.24, સોમનાથ મંદિર પાસે, આનંદનગર ખાતે કરાવી આપવામાં આવશે જેનો લાભ લેવા સંસ્થા દ્વારા જણાવાયું છે.
ભાવેણાનું દેહદાન
ભાવનગરમાં રહેતા શરદભાઇ યુ.ગાંધી (ઉ.વ.96)નું અવસાન થતા સદગતની ઇચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ દેહદાનનું પુÎય કર્યું હતુઃ. ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટીના ચક્ષુદાન, દેહદાન વિભાગના સંચાલક વિનયભાઇ કામળીયા ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી દ્વારા અણમોલ દેહદાનનો સ્વીકાર કર્યો હતો. તેમજ રેડક્રાેસ સોસાયટીએ વિદ્યાથ}આેના તબીબી શિક્ષણ અને સંશોધન અથ£ દેહદાન મેડીકલ કોલેજ ભાવનગરને મોકલી આપેલ છે.

Comments

comments

VOTING POLL