182 ધારાસભ્યોના ઘરે ચીનથી ભોજન આવતું લાગે છેઃ હાર્દિક

November 5, 2019 at 5:29 pm


કાેંગ્રેસના નેતા અને લડાયક આગેવાન હાર્દિક પટેલ આજે આજકાલ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને ખેડૂતોના પ્રશ્ને પોતાની વાત રાખી હતી. હાર્દિક પટેલને અફસોસ એ વાતનો છે કે, ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ છે છતાં ભાજપ કે કાેંગ્રેસના એક પણ ધારાસભ્ય તેમની પડખે નથી. હાર્દિક પટેલે એવી ટકોર કરી કે, બધા ધારાસભ્યોના ઘરે ચીન થી ભોજન આવતું લાગે છે. જો ખેડૂતોએ પકાવેલું અનાજ આવતું હોય તો તો તેઆે અન્યાય સામે આંદોલન જરુર કરે. હાર્દિક એવું પણ કહ્યું કે, જો સરકાર એક અઠવાડિયામાં ખેડૂતો માટે કોઈ જાહેરાત નહિ કરી તો તા.13મીથી પ્રતીક ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે. હાર્દિક પોતે રાજકોટ જિલ્લામાં કોઈ એક સ્થળે ઉપવાસમાં જોડાશે.

આજકાલના એડિટર ઈન ચીફ ચંદ્રેશ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઇ બાંટવા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, ખેડૂતોને તેના હક્કના રુપિયા મળતાં નથી અને સરકાર વીમા કંપની ઉપર બધું ઢોળી Ûે છે. રાજ્યમાં કૃષિ મંત્રી તરીકે આર.સી.ફળદુ છે અને કેન્દ્રમાં કૃષિ મંત્રી તરીકે પરસોત્તમ રુપાળા છે, બંને સૌરાષ્ટ્રના છે છતાં બે માંથી એક આગેવાને ગામડામાં જઈને ખેડૂતોના હાલ જાણવાની કોશિશ કરી નથી. ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી રાત્રે વીજળી મળતી નથી અને રાત્રીના સમયે દીપડા હુમલા કરે છે. છેલ્લા એક માસમાં આવા હુમલાના 35 જેટલા બનાવો બન્યા છે.

હાર્દિક પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોને વિઠ્ઠલભાઈ રાદડિયાની ખોટ સાલે છે. કમનસીબે આજે વિઠ્ઠલભાઈ જેવા કોઈ નેતા તેમની પાસે નથી.હાર્દિક એવું પણ કહ્યું કે, મુખ્યમંત્રી રુપાણીએ પણ કોઈ ગામડામાં જઈને ખેડૂતોના હાલ જાણવાના પ્રયાસો કર્યા નથી.
આજે ગુજરાતની સ્થિતિ ખરાબ છે. બેરોજગારી ખુબ જ વધી ગઈ છે પણ સરકાર તેમાં કોઈ પગલાં લેતી નથી.સરકારે આટલી વાઇબ્રન્ટ સમિટ કરી છે અને કંપનીઆે સાથે એમ.આે.યુ.કર્યા છે પણ સરકાર આ કંપનીઆેને કહી શિક્ત નથી કે, તમે ફેક્ટરી નાખો અને તેમાં ગુજરાતી યુવાનોને રોજગાર આપો. હાર્દિક કહ્યું કે, સરકાર બધા મોરચે નિષ્ફળ ગઈ છે અને તેની સામે કાેંગ્રેસ આંદોલન કરવા જઈ રહી છે.
આ શુભેચછા મુલાકાતમાં હાર્દિક પટેલ સાથે યુવા આગેવાનો બ્રિજેશ પટેલ, દિપક ધવા,અભિષેક તાળા, પ્રકાશભાઈ, વિપુલભાઈ તારપરા, નૈતિક પટેલ વગેરે જોડાયા હતા.

Comments

comments