20 વર્ષ પહેલા કિસ… હવે પાડી ચીસ…?

October 15, 2018 at 10:50 am


‘મિ ટૂ’ મુવમેન્ટ અત્યારે ટોક આેફ ધ નેશન છે. લોકો અને ખાસ કરીને યંગ જનરેશન તેની ખુબ મજા લઈ રહી છે અને સોશ્યલ મિડિયા પર જાણે યુવાનોને ઉંચે લોગો કી નીચી પસંદ જાણવામાં રસ છે. તનુશ્રી દતાથી ‘મિ ટૂ’ની ચિનગારી ભડકી હતી અને હવે તે જંગલના દવની જેમ ચારેકોર ફેલાઈ રહી છે. સપનામાં પણ માનીએ નહી તેવા નામ ‘મિ ટૂ’ની અંદર સપડાઈ રહ્યા છે. હિરોઈન હોય કે ફિલ્મની રંગીન દુનિયાના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી યુવતી હોય, ફિલ્મ નિમાર્તા હોય કે ડાયરેકટર હોય. બધી પોત પોતાના કડવા અનુભવને બેધડક વર્ણવતી થઈ ગઈ છે. દર કલાકે એક મહિલા બહાર આવે છે અને પોતાની સાથે થયેલા અભદ્ર વર્તન અથવા તો જાતિય સતામણી કે અિïલલ મેસેજ વગેરે જેવા આરોપો મુકી રહી છે. જો કે આ બધું તો આગુ સે ચલી આતી હૈ જેવું છે. આજથી 25 વર્ષ પહેલા સોશ્યલ મિડિયા નહોતું અને આટલી ખુંી વાત કરવાની કોઈ હિંમત પણ કરતું નહી પરંતુ હવે બેધડક આવા આરોપો મુકવામાં આવે છે અને અત્યારે આ આખું પ્રકરણ ચર્ચાસ્પદ બની ગયું છે. જો કે ‘મિ ટૂ’ના ચકકરમાં પોલિટિશ્યનો, કોર્પોરેટ જગતના માંધાતાઆે, કલાકારો સૌ કોઈ આવી રહ્યા છે. મહિલા પત્રકારો પણ હવે મેદાને પડી છે અને પોતાની સાથે થયેલી શારીરિક છેડછાડ જણાવી રહી છે.

અહી નાેંધવા જેવી વાત એ છે કે ‘મિ ટૂ’ મુવમેન્ટને બોલિવુડમાંથી સંપૂર્ણ ટેકો નથી કારણકે ઘણા બધા કલાકારો એવા પણ છે જે આ મુવમેન્ટને હસી કાઢે છે અને એવો મત ધરાવે છે કે જયારે ઘટના બની હોય ત્યારે ચીસ પાડવાની જરૂર હતી. શિલ્પા શિંદે હોય કે પછી મધ્યપ્રદેશના મહિલા વિંગના ચિફ અને ભાજપના નેતા લતા કેતકર હોય, ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે મહિલા પત્રકારો કાંઈ એટલી બધી નિર્દોષ ન હોઈ શકે કે કોઈપણ માણસ એમનો મિસયુઝ કરી શકે. રિતિક રોશનના પત્ની સુઝેન ખાને તો સાફ શબ્દોમાં કહી દીધું છે કે આ બધા ખોટા એલિગેશન થઈ રહ્યા છે અને બનાવટી સંસ્કારિતા બતાવવાની એક ફેશન શરૂ થઈ છે. આલોકનાથ અત્યારે સૌને આòર્ય કરાવી રહ્યા છે. એમની સામે ઘણી બધી મહિલાઆેએ શારિરિક છેડછાડના આરોપ મુકયા છે. એક મહિલા પ્રાેડયુસર અને રાઈટરે 20 વર્ષ પહેલા આલોકનાથે કરેલા ચુંબન અને શારીરિક છેડછાડનો આરોપ મુકયો છે. ઘણા બધા કલાકારો પણ એવો પ્રñ કરી રહ્યા છે કે 20 વર્ષ પહેલાની કિસમાં છેક અત્યારે કેમ ચીસ પડી ં આ પ્રñ પણ વ્યાજબી છે અને તેના પર પણ મંથન થવું જોઈએ. મહિલાઆે સાથે અભદ્ર વર્તન કરનારાઆેને નો ડાઉટ કડકમાં કડક શિક્ષા થવી જોઈએ પરંતુ 20 વર્ષ કે 15 વર્ષ પહેલા મારી સાથે આવું બન્યું હતું તેવી વાત કરનારી મહિલાઆેએ જે તે સમયે જ શા માટે અવાજ ન ઉઠાવ્યો ં તેવો એક સિમ્પલ પ્રñ પણ અત્યારે દિમાગની આરપાર થઈ રહ્યાે છે. મહિલાઆે મી ટુના માધ્યમથી પોતાની જાતની સતીસાવીત્રી ગણાવા માટે દર કલાકે આગળ આવી રહી છે કે કેમં તે પણ એક સવાલ છે. આટલા બધા આરોપોમાં કઈ મહિલા સાચી છે અને ખોટી છે અને દસ વર્ષ કે વીસ વર્ષ પહેલાંની છેડછાડની ઘટના જો બની હોય તો તેની ખરાઈ કઈ રીતે કરવી ં. આ પ્રકારના અનેક પ્રશ્નો લોકોના દિમાંગમાં ઘૂમી રહ્યા છે.

હિરોઈનોની વાત કરીએ તો એમણે છેલ્લા થોડા સમયથી ઉઘાડવાદી બનીને ભારે હોટ સીન આપવાની શરૂઆત કરી છે. ઈન્ટરનેશનલ મેગેઝીનોમાં અંત્યત સેકસી પોઝ આપવા માટે હિરોઈનો વચ્ચે રિતસર સ્પર્ધા જામે છે તો ત્યારે શરીરને હદબહાર એકસ્પોઝ કરવામાં શું એમને શરમ આવી નહોતીં તેવો સવાલ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યાે છે. ચુંબન સ્વામી તરીકે જાણીતા ઈમરાન હાશમીએ ફિલ્મના પડદા પર હિરોઈનોના લીપ લોક ઘણીવાર બતાવ્યા છે તો એ સમયે હિરોઈનોને કાંઈ વાંધો નહોતો ં બીજી ધ્યાન ખેંચનારી વાત એ પણ છે કે અત્યાર સુધીમાં જેટલા પુરૂષો સામે આવા આરોપ મુકાયા છે તેમાં હિન્દી ફિલ્મ જગતના એક પણ ખલનાયકનું નામ સામે આવ્યું નથી. શિક્તકપુર, બેડમેન ગ્રાેવર, રણજીત, પ્રેમચોપડા આ બધા વિલનોએ રેપ સીન કર્યા છે અને એમની વર્તણૂંક સામે પણ અનેકવાર ફરિયાદો ઉઠી છે છતાં ‘મિ ટૂ’ના દાયરાથી તેઆે બહાર રહ્યા છે. એટલે પડદા પર ભલે તેઆે વિલન હોય પરંતુ રિયલ લાઈફમાં આપણે તેમને સંસ્કારી ગણવા પડશે ને ં જે સંસ્કારીબાબુ કહેવાય છે તે આલોકનાથે તો ઘણી મહિલાઆે સાથે અભદ્ર વર્તન કર્યાનો આરોપ છે. ફિલ્મની આ દુનિયા તો ઠીક છે પરંતુ સિનિયર પત્રકાર અને કેન્દ્રના મંત્રી એમ.જે. અકબર સામે તો આઠ થી નવ જેટલી મહિલાઆેએ ભયંકર આરોપો મુકયા છે અને આ પ્રકરણ અત્યારે મોદી સરકાર માટે ગળાની હાડકી સમાન બની ગયું છે. ભાજપના પ્રમુખ અમિત શાહે સાફ શબ્દોમાં કહી દીધું છે કે એમ.જે. અકબર સામેના આરોપોની તપાસ થશે.

જે હોય તે પરંતુ મહિલાઆેએ પોતાને મળેલી આઝાદીનો દુરૂપયોગ નહી કરીને પડદા પર પોતાના શરીરને અડધું ખુંું રાખવાથી દૂર રહેવું જોઈએ અને પુરૂષોએ પણ કોઈપણ મહિલા સાથે કોઈ જાતનું અભદ્ર વર્તન કરવું ન જોઈએ તે આજના સમયની માગ છે. વાચકોને કદાચ યાદ હશે કે બે વર્ષ પહેલા કાેંગ્રેસના સિનિયર મહિલા નેતા રેણુકા ચૌધરીએ એમ કહ્યું હતું કે મહિલાઆે સાથેના અભદ્ર વર્તનમાં સંસદ પણ પાછળ નથી અને ત્યાં પણ મહિલાઆે સાથે આવું વર્તન થાય.

બોમ્બે હાઈકોર્ટના જજ ગૌતમ પટેલે એમ કહ્યું છે કે ન્યાયતંત્રમાં પણ જાતિય દુરાચારનું દુષણ ઘર કરી ગયેલું જ છે. પુરૂષપ્રધાન ફિલ્ડમાં પુરૂષોની માનસિકતા ખરડાઈ છે. અમેરિકાના એકટર અને કોમેડિયન બિલકોસ્બીને 14 વર્ષ જુના જાતિય સતામણીના કેસમાં કોર્ટે તકસીરવાન ઠેરવ્યા છે અને હવે એમને સજા પણ થવાની છે. મેનકા ગાંધીએ પણ ‘મિ ટૂ’ના આરોપોની તપાસ કરવા માટે કમિટિની રચના કરવાની જાહેરાત કરી છે. જો કે આમાં સુકા ભેગું લીલું બળે નહી તે વાતનું ધ્યાન રાખવું પડશે કારણકે કોઈને અન્યાય થયો હોય તો તેનો બદલો લેવા માટે પણ આવા આરોપો થતા હોય છે. કોઈને સબક શીખવાડવા માટે કે કોઈની સુપિરિયારિટીને તોડવા માટે પણ આવા આરોપો મુકાતા હોય છે માટે આ બધા આરોપોની તટસ્થ તપાસ થવી જોઈએ. નાના પાટેકર સામે તો કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. બોલિવુડમાં આ બાબતે વૈચારિક ભાગલા પડેલા દેખાય છે. ઘણા બધા કલાકારો અને નિમાર્તાઆે ‘મિ ટૂ’ મુવમેન્ટ સાથે સંમત નથી અને તેમનું કહેવું છે કે જયારે ઘટના બની હતી ત્યારે ખામોશી શા માટે ધારણ કરવામાં આવી ં હવે આ ‘મિ ટૂ’ મુવમેન્ટનો છેલ્લાે સીન કેવો હશે તે જોવું રસપ્રદ બનશે. અત્યારે તો આખા દેશની જનતાને આòર્ય સાથે એક પ્રકારનું પડદાની બહાર મનોરંજન મળી રહ્યું છે.

Comments

comments

VOTING POLL