2000ની સાલનો ઐતિહાસિક ટેસ્ટ મેચ જેમાં વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ કરી હતી કમાલ

March 21, 2018 at 4:24 pm


80ના દશકા અને તેના પહેલાં સુધી વિશ્વ ક્રિકેટ ઉપર વેસ્ટ ઈન્ડિઝની ટીમનો જોરદાર દબદબો હતો. જો કે 90ના દશકાના અંતમાં વેસ્ટ ઈન્ડિઝનો આ દબદબો ખતમ થવા લાગ્યો અને આેસ્ટ્રેલિયાએ તેની જગ્યા લઈ લીધી હતી. દરમિયાન વર્ષ 2000માં વેસ્ટ ઈન્ડિઝ અને ઝીમ્માબ્વે વચ્ચે એક ટેસ્ટ શ્રેણી રમાઈ હતી જેમાં રમાયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝષ પોતાના જૂના તબક્કાની ઝલક બતાવી હતી. ઝિમ્બાબ્વેની ટીમને એ વખતે નવો-નવો ટેસ્ટનો દરજ્જો મળ્યો હતો અને તેની ટીમ એ વખતે ઘણી જ સારી હતી જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 11 ટેસ્ટ મેચ હારીને ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહી હતી પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ એવી કમાલ કરી કે ઝીમ્બાબ્વેની ટીમ ટેસ્ટ મેચમાં 100 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી નહોતી. ટેસ્ટ મેચમાં 100 રનના લક્ષ્યનો બચાવ કરનારી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ઈતિહાસની માત્ર બીજી ટીમ છે. પહેલી ટીમ આેસ્ટ્રેલિયા છે જેણે Iગ્લેન્ડ વિરુÙ 85 રનના સ્કોરને સફળતાપૂર્વક બચાવ્યો હતો.

પોર્ટ આેફ સ્પેનમાં રમાયેલા ટેસ્ટ મેચમાં ઝીમ્બાબ્વેએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વેના બોલરોએ શાનદાર બાલિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝને માત્ર 187 રને જ આેલઆઉટ કરી દીધું હતું. હીથ સ્ટ્રીકે 4 અને સ્પીનર બ્રાયન મફ}એ 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત પણ સારી નહોતી રહી અને તેના બન્ને આેપનર જલ્દી આઉટ થઈને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ પછી કેપ્ટન એન્ડી ફ્લાવરે મોરચો સંભાળી પુછડીયા બેટસમેનો સાથે મળીને ટીમના સ્કોરને 236 સુધી પહાેંચાડી દીધો હતો. એન્ડ ફ્લાવર 113 રન પર અણનમ પેવેલિયન પાછો ફર્યો હતો.

ત્યારબાદ બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફરીથી સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી અને 147ના સ્કોરે આઉટ થઈ ગઈ હતી. શિવનારાયણ ચંદ્રપોલ (49 રન), જીમ્મી એડમ્સ (27 રન) અને એસ.એલ.કેમ્પબેલ (23 રન) જ માત્ર બે આંકડાનો સ્કોર બનાવી શક્યા હતા. હીથ સ્ટ્રીકે ફરી એક વખત ધારદાર બોલિંગ કરતાં 5 વિકેટ ઝડપી હતી. આ પ્રકારે ઝિમ્બાબ્વેને બીજી ઈનિંગમાં મેચ જીતવા માટે માત્ર 99 રનનો જ લક્ષ્યાંક મળ્યો હતો. ઝિમ્બાબ્વે ટીમની બેટિંગને જોતાં આ લક્ષ્યાંક આસાન લાગતો હતો પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ મેચનું પાસું પલટાવી નાખ્યું હતું. લંચ સુધી ઝિમ્બાબ્વેની 40 રને 3 વિકેટ પડી ચૂકી હતી પરંતુ હજુ પણ તે મજબૂત સ્થિતિમાં હતી કેમ કે કેપ્ટન એન્ડી ફ્લાવર હજુ પણ ક્રિઝ પર ટકેલો હતો. લંચ બાદ એન્ડી પણ ફ્રેન્કલિનની એક ઈનિસ્વ»ગર બોલનો શિકાર થઈને પેવેલિયન પાછો ફર્યો હતો. આ પછી ગ્રાન્ટ ફ્લાવર પણ 26 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સ્કોર 51 ઉપર 5 વિકેટ થઈ ગયો હતો મેચ વેસ્ટ ઈન્ડિઝ બાજુ સરકતો નજરે પડી રહ્યાે હતો. ઝિમ્બાબ્વેના સ્ટુઅર્ટ ચાલ} અને હીથ સ્ટ્રીકની વિકેટ એક જ આેવરમાં પડી અને વેસ્ટ ઈન્ડિઝે મેચ ઉપર પકડ બનાવી લીધી હતી. કર્ટલી એમ્બ્રાેસે અંતિમ 3 વિકેટ માત્ર એક રન આપીને જ ઝડપી લેતાં વેસ્ટ ઈન્ડિઝનો ઐતિહાસિક વિજય થયો હતો. આમ ઝીમ્બાબ્વેની આખી ટીમ 63 રનમાં આેલઆઉટ થઈ જતાં તેનો 35 રને પરાજય થયો હતો.

Comments

comments

VOTING POLL