2016માં નિર્ભયાથી લઈને 2019માં પ્રિયંકા સુધી…જવાબદાર આપણે જ

December 2, 2019 at 12:04 pm


Spread the love

2012માં એ ડિસેમ્બર મહિનો હતો અને ફિઝિયોથેરાપી ઇન્ટર્ન નિર્ભયાને દિલ્હીમાં ક્રૂર હવસનો શિકાર બનાવવામાં આવી હતી અને આ 2019માં નવેમ્બરનો એન્ડ હતો અને હૈદરાબાદમાં એક વેટરનરી ડોક્ટરને ક્રૂર હવસનો શિકાર બનાવવામાં આવી હતી.નિર્ભયા કેસ પછી કેન્ડલ માર્ચ થકી લોકો થોડા ઘણાં જાગૃત થયા હતા અને સરકારે પણ કાયદો કડક બનાવ્યો પણ ખાસ ફેર પડéાે નથી. હવસખોરીનો નાચ ચાલુ જ છે અને અનેક માસુમોની જિંદગી બરબાદ થઈ રહી છે. સવાર પડે અને સમાચાર આવે કે રાજકોટમાં, વડોદરામાં, સુરતમાં, આવા બનાવો નાેંધાયા છે.નહી નાેંધાતા અથવા જાહેર નહી થતા બનાવો પણ આેછા નથી.હૈદરાબાદમાં જે થયું તે પછી ફરી કેન્ડલ માર્ચ નીકળવા લાગી છે.લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને આ ઉભરો પણ થોડો સમય રહેશે પરંતુ અલ્ટીમેટલી રિઝલ્ટ ઝીરો રહેશે.
સોિશ્યલ મીડિયામાં લોકો ભડાશ કાઢી રહ્યા છે. હૈદરાબાદની ઘટનાની નાેંધ વિશ્વભરમાં લેવામાં આવી છે.ન્યુ જસ}ના નેવાર્કમાં રહેતી બ્યુટીશિયન કમ સિંગર ઐશ્વર્યા બક્ષી વસાવડાએ ફેસબુક ઉપર જે શબ્દોથી આક્રાેશ ઠાલવ્યો છે તે ઢંઢોળી નાખે તેવો છે. ઐશ્વર્યા બક્ષી વસાવડા લખે છે કે,
ક્યારેક થાય કે સ્ત્રી તરીકે જન્મી છું તો એનાંથી ઉત્તમ શું હોઈ શકેં કોઈની દીકરી બની, તો કોઈની પત્ની, તો કોઈની પુત્રવધૂ, તો એક દીકરી અને દીકરાને જન્મ પણ આપ્યો. આનાથી વિશેષ શું જોઈએં
પણ નાં, એક દીકરી બનીને જન્મી, તો મારી મા ને મેં સતત ચિંતાઆે આપી, મોડું થાય અને મા કકળાટ કરતી ત્યારે મા ઉપર ગુસ્સો કરતી. કે શું કામ હું મોડે સુધી બહાર ના ફરી શકુંં શું થઈ જવાનું છેં આ આટલા છોકરાઆે અને પુરુષો તો બહાર એકલા હરે ફરે છે. તો કેમ આ નિયમો મારા માટે જં એ ઉમ્મરે સમજ નહોતી કે કેમ આટલા બધાં નિયમો અમારા માટે જ હતાં
પણ પછી તો બાળકોની માતા બની ત્યારે આ સમાજની હવસખોર વૃિત્તથી બન્ને બાળકોને બચાવવા હું પણ મારી મા ની જેમ જ એટલી જ કચ કચ અને નિયમો બાંધતી થવા લાગી, સમજાયું, કે આ સમાજને તો સુધારાય એમ જ નથી. આ સમાજ તો આપણી આજુબાજુથી તો શરુ થાય છે. જો મારે મારા બાળકોને એમના જીવનમાં આગળ વધવા દેવા હશે તો મારે આટલા બધાં નિયમોથી એને બાંધી નથી દેવા.
તો શું કરવાનુંં
તો મારા બન્ને બાળકોને મે જીવવા માટે પૂરતી આઝાદી આપી, સાથે શીખવાડéું, કે કાલ ઉઠીને કોઈ તમારી સાથે અજુગતું વર્તન કરી જાય, તો યાદ રાખજો એ તમારો વાંક નથી, જીવનથી અમૂલ્ય કશું જ નથી. માટે આવી તકલીફો ના જોઈતી હોય, તો સુધરવું આપણે પડશે. જાણું છું કે આપણે કેમ સુધરવાનુંં એવા પ્રશ્નો થશે જ. પણ અંતે તો જેમ આપણે વાહન ચલાવીએ છીએ, અને ધ્યાન રાખીએ જ છીએને કે, કોઈ આપણને અથડાઈ નાં જાય. બસ એ જ રીતે આવા હવસખોર એક્સીડન્ટ થી બચવાનો પ્રયત્ન માત્ર આપણે કરવાનો છે. થોડીક સાવધાની રાખશો, તો આપણે આવા એક્સીડન્ટ થી કદાચ… હા, કદાચ બચી શકીએ. કારણકે આ તો આપણા નસીબમાં હશે તો એક્સીડન્ટ થવાનો જ છે, અને ઇલાજ પણ કરીશું જ. પણ સાવધાની રાખવી એ પણ ખોટી તો નથી જ ને. આપણા માટે ફક્ત..
તો થોડુક ધ્યાન રાખવા શું કરવુંં
1) રાત્રે એકાંત વાળી જગ્યાએ જવું ટાળવું. (જ્યાં હવસખોરો નાં અડ્ડા હોય છે અને જ્યાં પોલીસ આવી જગ્યાએ પેટ્રાેલીગ નથી કરતી હોતી)
2) હવે દરેકના મોબાઈલમાં હોય છે. તો એનો ઉપયોગ કેમ કરવો એ શીખી લો.
3) મેપ શેરિગ કરતા શરમ કે સંકોચ નાં રાખતા, કારણકે કશું ખોટું થયું, તો અમે તમને શોધી તો શકીએ તમારી લાસ્ટ લોકેશન.
4) (આ ખાસ દીકરીઆે માટે) કે જ્યારે જ્યારે કોઈ ટેક્સી કે એકાંત વાળી જગ્યાએ જાઆે, તો મમ્મી કે પપ્પા જોડે સતત ફોન ઉપર વાત કરો અને તમારી ડ્રાઇવર ની શેર કરો.
5) કોઈ બળાત્કાર કરવા આવે તો સામનો નહી કરવાનો પણ સરન્ડર થઈ જવાનું કારણ કે આ લોકોને મારી નાખતા વિચાર નથી આવતો અને તમારા મા-બાપને તમારા બળાત્કાર સાથે લેવાદેવા નથી પણ તમારા જીવનથી ચોક્કસ લેવાદેવા છે.
આ પાંચમું સોલ્યુશન કાળજાને ચીરીને કહેલું છે. પણ આ જ સમાજની નગ્ન હકીકત છે. ખબર નથી ક્યારે કયો પુરુષ વિચલિત થઈ જાય, અને એક હસતી રમતી જિંદગીને ખતમ કરી નાંખે, બાળીને ભસ્મ કરી નાખેં ક્યારે કોઈ દીકરી એમને માટે બે ઘડીની રમત અને હવસનું પરિણામ બની શકે છેં
અમે તો ક્યાંય ન્યાય માટે દરવાજા પણ નહિ ખખડાવી શકીએ, કારણકે આ ન્યાયતંત્ર પણ આવા લોકોને પ્રાેટેક્શન આપે છે. જરુરી નથી જરા પણ, કે આવા બળાત્કારીઆે ની પાછળ કોઈ પોલિટિકલ બેગ્રાઉન્ડ હોવું જરુરી નથી કે પૈસાદાર બાપ નો છોકરો હોવો પણ જરુરી નથી. બસ પુરુષ હોવો જરુરી છે… બાકી બધુ આ સમાજ એને સાચવવા કરી છૂટશે.
માટે આપણી જાતને આવા હેવાનિયતો થી બચાવવા પોતાની ખોટી હિમ્મત ના બતાવશો. કારણકે શોશિયલ મીડિયા ઉપર હેશટેગ ચાલશે થોડાક દિવસ, થોડાક લેખો છપાશે, પણ અંતે આપણે સૌ એ આ કોઈની કરેલી હેવાનિયત ભોગવવી પડશે. લોકો તમારી જોડે આવું કેમ થયું, એનાં કારણો શોધશે. પણ આ સમાજ કે આ કાયદા આવા લોકોને કડકમાં કડક સજા આપીને બીજા ઉપર ધાક નહિ બેસાડે જે અમે માબાપ અમારા બાળકો રાત્રે એકલા ફરતા હોય, તો પણ શાંતિથી રાત્રે સૂઈ શકીએ કે અમારા બાળકો સલામત છે. અને હા, આ ખાલી, ઇન્ડિયામાં હતી ત્યારે જ આ ડર હતો એવું નથી. પણ દુનિયાના કોઈ પણ ખૂણે જઈશ કે તમે જશો, આ ડર તો રોજે રોજ મારો પીછો કરે છે. એટલે બસ થોડાક સતેજ રહેજો.. અને હા, કોઈક દિવસ એવો ઉગશે, જ્યાં કદાચ તમારા બાળકો આ દુનિયામાં કોઈ ડર વગર ફરી શકશે એવા કાયદા ઘડાય કારણકે એવું નથી કે શક્ય નથી, પણ જો આપણે સૌ મળીને આવી સિસ્ટમ સામે વિરોધ કરીશું તો ચોક્કસ આ દિવસ જોઈ શકીશું.
અમદાવાદના રમેશ દવે લખે છે કે, સેકસ રીપ્રેસ થાય તો પછી કુકર થી વરાળ છુટે એવી સીટી બોલે.. બધાનું ધ્યાન દોરે… યુવાની દિવાની હોય છે..
હવે એ બાયોલોજીકલ ફોર્સ નું અતિ દબાણ કોઈક સમય અને સંજોગોમા એવુ પ્રબળ હોય કે માણસ વિવેકબુધ્ધી ખોઈ નાખે એવો ઊશ્કેરાટ નો શિકાર બને.. પાગલ બની જાય.. આ સમયે એકેય ધર્મોની આણ પ્રવર્તે નહિ અને કોઇની સંનતાઆે ટકતી નથી.
આથી યુવાન દિકરી કે બહેને પણ શકય હોય ત્યાં સુધી કોઇ પુરુષ સાથે એકાંત ના સેવવુ એવુ નિતી શાસ્ત્ર માં કહેવાયું છે .
હવે સદીયો પુરાતન એશીયન માઈન્ડ સેટ ને મોબાઈલ વડે અભૂતપૂર્વ પોર્ન સાઈટો ઉપલબ્ધ છે. જે જોવાથી કામનાઆે ની પ્રીન્ટો દિમાગી મેમરીમા જીવંત રહે છે !! તે દિમાગમા એલપીજી ગેસ જેવી ઈન્ફલેમેબલ રહે છે.. જે માત્ર તણખો ઝરવા ની રાહ જોવે છે.
મહિલાઆેને પણ પિસ્ચમના દેશો ની જેમ અંગ ઊભારના ટુંકા સ્કિન ટાઈટ ટુંકા અને પારદર્શક વસ્ત્રાે પહેરવા છે.. જો લોકો એ જોઈને ઘૂરે નહિ તો એમને પોતાની સુંદરતા ખામીયુક્ત લાગે છે. !