ઓસ્ટ્રેલિયા સાથેની વન-ડે સીરીઝ માટે મહિલા ટીમની થઈ જાહેરાત, તમામ મેચ રમાશે ગુજરાતમાં

March 1, 2018 at 10:34 am


ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ત્રણ મેચની વન ડે સીરીઝ માટે બીસીસીઆઈ દ્વારા મહિલા ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. આ ટીમની કેપ્ટન મિતાલી રાજ છે જ્યારે ઉપકેપ્ટન હરમનપ્રીત કૌર છે. આ સીરીઝ ICC વુમન્સ ચૈમ્પિયનશિપ 2017-2020નો એક ભાગ છે. આ સીરીઝના ત્રણ મેચ જે અનુક્રમે 12, 15 અને 18 માર્ચે હશે તે ગુજરાતના વડોદરામાં રમાશે. જો કે આ સીરીઝમાં પણ ઝુલન ગોસ્વામી રમી નહીં શકે. ઝુલનના બદલે આ ટીમમાં બંગાળની પેસર સુકન્યા પરીદાને ટીમમાં સ્થાન મળ્યું છે.

વન ડે સીરીઝ માટે ભારતની ટીમ
મિતાલી રાજ- કેપ્ટન
હરમનપ્રીત કૌર- વાઇસ કેપ્ટન
સ્મૃતિ મંધાના,
પૂનમ રાઉત
જૈંમિમા રોડ્રિગ્સ
વેદા કૃષ્ણામૂર્તિ
મોના મેશ્રામ
સુષમા વર્મા- વિકેટકીપર
એકતા બિષ્ટ
પૂનમ યાદવ
રાજેશ્વરી ગાયકવાડ
શિખા પાંડે
પૂજા વસ્ત્રકર
સુકન્યા પરીદા
દીપ્તિ શર્મા

Comments

comments

VOTING POLL