2020 સુધીમાં ઈલેિક્ટ્રક કારના 349 મોડલ ભારતના રસ્તા પર દોડવા લાગશે

September 10, 2018 at 11:10 am


પેટ્રાેલ-ડીઝલના આસમાને જઈ રહેલા ભાવની વચ્ચે ભારતમાં ઈલેિક્ટ્રક અને હાઈબ્રિડ કારને લઈને સરકાર અને કંપનીઆેની તૈયારીઆે ઝડપી બની ગઈ છે. અનેક મોટી કંપનીઆે 2020 સુધી ઈલેિક્ટ્રક કાર લોન્ચ કરવા જઈ રહી છે જ્યારે સાત વર્ષની અંતર ભારતમાં 349 મોડલ બજારમાં જોવા મળશે.

આવામાં જે લોકો નજીકના ભવિષ્યમાં કાર ખરીદવા માટે ઈચ્છુક છે તેના માટે સારા સમાચાર છે. ગ્લોબલ મોબિલિટી સંમેલન વચ્ચે આવેલી આંતરરાષ્ટ્રીય શોધ સંગઠન આઈસીસીટીના રિપોર્ટથી આ તથ્ય સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર દુનિયાની તમામ કાર કંપનીઆે ઈલેિક્ટ્રક કારના નવા-નવા મોડલોનું ડિઝાઈન તૈયારી કરી રહી છે.

2019 સુધીમાં જે મોડલ આવવાના છે તેમાં આેડી ઈ-ટ્રાેન સ્પોર્ટસબેક, જગુઆર એક્સજે, મિની ઈ, ટેસ્યલા મોડલ-3, વોલ્વો એક્સિસી 40, નિશાન આઈડીએસ, આેડીક્યુ-6 ઈ-ટ્રાન અને પોર્શ મિશન ઈનો સમાવેશ થાય છે.

રિપોર્ટ અનુસાર મોટા શહેરોમાં ઈલેિક્ટ્રક કારનું વેચાણ વધી રહ્યું છે. લોસ એન્જલસમાં અત્યાર સુધી સૌથી વધુ એક લાખ ઈલેિક્ટ્રક કાર છે જ્યારે શાંઘાઈ, બીજિંગ, આેસ્લો અને સેન ફ્રાન્સીસ્કોમાં આ સંખ્યા 50-50 હજારથી વધુ થઈ ચૂકી છે.

Comments

comments

VOTING POLL