2024 સુધીમાં તમામને પીવાનું શુદ્ધ પાણી મળશે: કેન્દ્ર

June 12, 2019 at 10:35 am


વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી મુદતમાં આવ્યા બાદ તેમણે પાણી માટે અલગ મંત્રાલય જલશક્તિ ખાતું ઊભું કર્યું છે. આ નવા ખાતાના પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું કે 2024 સુધીમાં તમામને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. 14 કરોડ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા સરકાર પ્લાન તૈયાર કરી રહી છે. વડા પ્રધાન મોદીએ લક્ષ્યાંક નિર્ધિરિત કર્યો છે. પક્ષના ચૂંટણી ઢંઢેરામાં વચન પણ અપાયું છે. 14 કરોડ ઘરો એવા છે જ્યાં શુદ્ધ પીવાનું પાણી હજુ પહોંચ્યું નથી એમ શેખાવતે કહ્યું હતું. ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, પશ્ર્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશા જેવાં રાજ્યમાં શુદ્ધ પીવાનું પાણી હેઠળનો વિસ્તાર પાંચ ટકાથી ઓછો છે. પાણી સંબંધિત પ્રશ્ર્નોનું ધ્યાન રાખતા રાજ્યોના પ્રધાન અને અધિકારીઓ સાથે તેમણે ચચર્િ કરી છે. પાણીના સંગ્રહ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

Comments

comments