2025 સુધી અમદાવાદને સ્લમ ફ્રી સીટી કરવા તૈયારી

February 6, 2019 at 8:24 pm


અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશનના વર્ષ 2019-20ના સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂર કરાયેલા બજેટમાં આગામી 2025 સુધીમાં અમદાવાદ શહેરને સ્લમ ફ્રી સીટી બનાવવાનું આયોજન જાહેર કરાયું હતું. 2025 સુધીમાં અમદાવાદ શહેર ઝીરો સ્લમ સીટી ડેવલપમેન્ટ પાેલિસી તૈયાર કરી તેની અમલવારની દિશામાં પ્રયાસાે કરવામાં આવશે. આ અંગે મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોપાેૅરેશનની માલિકીના વિવિધ Ãલોટો કે ખાનગી માલિકીના પ્લોટોઅને જગ્યાઆેમાં તેમ જ સરકારની માલિકીના વિવિધ Ãલોટો કે જગ્યામાં આવેલી ચાલીઆે, ઝુંપડપટ્ટીઆે તથા સ્લમ કવાર્ટસ જેવા જૂના પુરાણાં મકાનાેની જગ્યાએ વ##352;ટકલ ડેવલપમેન્ટની સ્પેશ્યલ પાેલિસી તૈયાર કરવામાં આવશે અને ડેવલપસૅને આ જગ્યાએ એફએસઆઇનાે લાભ મળે તે પ્રકારે નવા આવાસાે બનાવવા અંગેની અમલવારી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, શહેરની આશરે 25થી 30 ટકા વસ્તી ચાલીઆે, સ્લમ કે ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરે છે. તેથી આ તમામ રહીશોને નવા અને વિવિધ આવાસ યોજનાઆે, એફોડેૅબલ હાઉસીંગ સ્કીમ સહિતની યોજના અંતૅગત આવાસ ફાળવણી થાય તે માટેની દિશામાં પ્રયાસાે હાથ ધરાશે. વર્ષ 2019-20ના બજેટમાં શાસક પક્ષ દ્વારા શહેરમાં કેટલાક નિયત જંકશન અને સ્થાન પર સાૈપ્રથમવાર ચાલતા રાહદારીઆે ખાસ કરીને વૃધ્ધજનાે અને સીનીયર સિટીઝન્સ માટે ફુટ આેવરબ્રીજ વીથ એસ્કેલેટર બનાવવાની જાહેરાત કરાઇ છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ સવેૅ કરી નિયત જંકશન તેમ જ કેમ્પ હનુમાનજી મંદિર અને કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ફુટ આેવરબ્રીજ વીથ એસ્કેલેટર પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ઉભા કરવામાં આવશે. આ માટે બજેટમાં ખાસ રૂ.બે કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL