May 7, 2018 at 1:20 pm


મહાવીર ખીચડી ઘરની યાદી

જામનગરમાં મહાવીર ખીચડી ઘર દ્વારા દર રવિવારે ઝુંપડપટ્ટીમાં ગરીબ વિસ્તારમાં ખીચડી, રોટલા, શાક તથા મિષ્ટાનનું ભોજન આપવામાં આવે છે, તા. 13-5-18ના રોજ બળવંતરાય મુળશંકર બોધાણી, શેઠ ત્રંબકલાલ મગનલાલ-હર્ષદપુર, રંજનબેન પ્રભુલાલ મહેતા, ભરતભાઇ ગણાત્ર, રામ ભરોસે તરફથી આિથર્ક સહયોગ મળ્યો છે, નકરો એક વ્યકિત દીઠ રૂા. 500 રાખેલ છે સહયોગ આપવા માટે વર્ધમાન ચેરી. ટ્રસ્ટ પી.એચ.શેઠ એન્ડ સન્સ, રેલ્વે બીસાઇડીગ, ગેલેકસી રોડ, જામનગર ખાતેનો સંપર્ક સાધવા યાદીમાં જબણાવાયુ છે.

દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ

દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (નવાગામ ઘેડ) દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, તા.5-5-2018થી તા.20-5-2018 સુધીમાં રાજપાર્ક, સ્વામીનારાયણ નગર, નવાગામ ઘેડ, ગાંધીનગર, ખોડીયાર કોલોની, સરૂસેકશન, અંધાશ્રમ તથા ગોકુલનગરમાં રહેતા યુ.કે.જી.થી ધો.9 ના ખવાસ જ્ઞાતિના વિદ્યાર્થીઆેએ માર્કશીટની ઝેરોક્ષની સાથે રાશનકાર્ડની ઝેરોક્ષ જોડી, માર્કશીટ આપવાનો સમય તથા સ્થળ, સાંજે 5 થી 8 વાગ્યા સુધી, દેશળદેવ હોલ, ગ્રીન સીટીની બાજુમાં, મધુવન સોસાયટી પાછળ, નવાગામ ઘેડ, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

ખવાસ જ્ઞાતિ વિદ્યાર્થી સત્કાર સમારંભ

દાવલસા ફળી ખવાસ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભનો કાર્યક્રમ આગામી તા.10-6-2018ને રવિવારના રોજ સાંજે 5 વાગ્યે દાવલસા ફળી ખવાસ જ્ઞાતિની વાડીએ રાખેલ છે તો દરેક સભ્યઆેને તેમના એલકેજીથી ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઆેને માર્કશીટની ઝેરોક્ષ કોપી તા.31-5-2018 સુધીમાં દાવલસા ફળી ખવાસ જ્ઞાતિની વાડીમાં જમા કરાવવી તેમજ સાંજના 5 થી 7 વાગ્યા સુધી તેમજ સભ્યઆેએ તેમના બાકી રહેતા લવાજમ ભરી આપવા તેમ પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

ચમેલી માતાજીના પાટોત્સવ નિમિતે વિનામુલ્યે એકયુપ્રેશર તથા આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ

મુળજી જેઠા બાગમાં બીરાજતા ભાટીયા જ્ઞાતિના કુળદેવી મા ચમેલી માતાજીનો પાટોત્સવ દર વર્ષે વૈશાખ વદ-8ના ઉજવવામાં આવે છે, આ વખતે પણ તા.8-5-2018 મંગળવારના રોજ ચમેલી માતાજીના પાટોત્સવ નિમિતે માતાજીની કૃપાથી તેમના અનુયાયી કિશનભાઇ આશર દ્વારા માતાજીના પૂજન અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, પૂજન વિધી ભાગવત કથાકાર યદુનંદન ત્રિવેદી કરાવશે, તથા સવારે 9 થી 11 દરમ્યાન વિનામુલ્યે છાશ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે સાથે સાથે મુળજી જેઠા ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા જરૂરત મંદોને વિનામુલ્યે ખીચડીના સીધાનું વિતરણ કરવામાં આવશે, આ તકે ચમેલી માતાજીના આશ}વાદથી એક આર્યુવેદિક સર્વરોગ નિદાન કેમ્પ તથા એકયુપ્રેશર કેમ્પનું વિનામૂલ્યે આયોજન સાંજે 5 થી 7 વાગ્યે ઉપરોકત સ્થળે રાખવામાં આવેલ છે જેમાં એકયુપ્રેશર નિષ્ણાંત ઉપેન્દ્રસિંહ કુશવાહ તથા આર્યુવેદિક વૈÛ મહેન્દ્રભાઇ રાવલ તથા ગોપાલભાઇ પંડયા કોઇપણ દર્દનું નિદાન કરી સેવા આપશે આ કેમ્પનું ઉદઘાટન સર્વ ધીરુભાઇ ઝીઝુવાડીયા દ્વારા કરવામાં આવશે, તો આ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી કિશનભાઇ આશર તથા માતાજીના પુજારી પંકજભાઇ આચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આંખનો વિના મૂલ્યે કેમ્પ

આગામી ગુરૂવાર તા.10-5-2018 સવારના 9 વાગ્યે આંખનો વિના મુલ્યે કેમ્પ રંગુનવાલા સાર્વજનીક ટ્રસ્ટ, રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ તથા જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી જામનગરના સહયોગથી રંગુનવાલા હોસ્પિટલમાં યોજવામાં આવેલ છે આ કેમ્પમાં આંખના દદ}આેને ચેક કરી યોગ્ય દવા ટીપા આપવામાં આવશે અને મોતિયાના દદ}આેને રણછોડદાસ આશ્રમ હોસ્પિટલ રાજકોટ બસમાં લઇ જવામાં આવશે ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં આંખનું આેપરેશન ફેકો પધ્ધતિથી (ટાંકા વગર) કરી બસમાં પરત જામનગર મુકી જવામાં આવશે, આ તમામ પ્રકારની વ્યવસ્થા વિનામૂલ્યે કેમ્પ આયોજક તરફથી કરવામાં આવેલ છે, આેપરેશન બાદ રંગુનવાલા હોસ્પિટલમાં દરરોજ રાત્રે 8 વાગ્યે આેપરેશન કરાવનાર દદ}આેને આંખના નિષ્ણાંત ડો.ડી.પી.પંડયા આંખને વિનામુલ્યે ચેક કરી નંબર કાઢી આપશે તેમજ નંબરવાળા ચશ્મા નંબર વાલા ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે આપવામાં આવશે, તો આ કેમ્પનો સર્વે જરૂરીયાતમંદોએ લાભ ઉઠાવવા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે, ખાસ નાેંધ દદ}આેએ પોતાના ચૂંટણી કાર્ડ/આધારકાર્ડ/ ડ્રાઇવીગ લાયસન્સ કોઇ એકની ઝેરોક્ષ સાથે લાવવી ફરજીયાત છે.

Comments

comments