June 30, 2018 at 12:10 pm


બહુચરમાતાનો આનંદનો ગરબો
તા.30ને શનિવારે રાત્રે 9.30 કલાકે વડવા ખાડિયા કુવા આનંદ ગરબા પરિવારનાં માતાજીના પાઠ શ્રી બહુચર મંડળ કુમુદવાડી રામજી મંદિર પાસે (બોરતળાવ રોડ, ભાવનગર) ખાતે રાખેલ છે.
વાજા-રાઠોડ-વાઢેર સમાજની વિવિધ કમીટીના હોદ્દેદારો વરાયા
ભાવનગર શહેર તથા તળાજા, મહુવા તાલુકામાં વસતા વાજા-રાઠોડ-વાઢેર ક્ષત્રિય સમાજના ભાઈઆેની મીટીગ- સાધારણ સભા નાગણેચી માતાજીના મંદિરે (ઝાંઝમેર) મળેલ તેમાં હોદ્દેદારોની મુદતપુરી થતા આગામી ત્રણ વર્ષ માટે સવાર્નુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે જેમા મંદિર કમીટીમાં પ્રમુખ-જયપાલસિંહ એન. રાઠોડ (ઝાંઝમેર) તળાજા, મંત્રી-સહદેવસિંહ વી. રાઠોડ (ઝાંઝમેર) ભાવનગર, ખજાનચી-ભગવતસિંહ એચ.વાજા (આંબલા) તળાજા. સમાજની કમીટીમાં પ્રમુખ-ઘનશ્યામસિંહ વી. રાઠોડ (ઝાંઝમેર) ભાવનગર, મંત્રી-દિપસિંહ જે. વાજા (વેળાવદર), ખજાનચી-દિલુભ બી. રાઠોડ (ખંઢેરા). લગધીરસિંહજી વાજા ફાઉન્ડેશન (મોટા ગોપનાથ)માં પ્રમુખ-સુજાનસિંહ બી. રાઠોડ (મધુવન), મંત્રી-ભુપેન્દ્રસિંહ વી. રાઠોડ (ઝાંઝમેર) ભાવનગર તથા ખજાનચી-જીણુભા ટી. રાઠોડ (મધુવન) ની વરણી થઇ છે.

Comments

comments

VOTING POLL