July 2, 2018 at 12:23 pm


દિવ્ય જીવન સંઘ, શિવાનંદ મિશન દ્વારા યોગનિન્દ્રા અને ધ્યાનનો વર્ગ
દિવ્ય જીવન સંઘ-શિવાનંદ આશ્રમના સંયુકત ઉપક્રમે આગામી તા.16થી તા. 22 જુલાઇ સુધી પૂ. સ્વામી મુદિતવદનાનંદજી દ્વારા દરરોજ સવારે 7 થી 8 દરમિયાન ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે આવેલા શિવાનંદ આશ્રમ (સ્વામી ચિદાનંદ સત્સંગ ભવન)માં યોગનિન્દ્રા તથા ધ્યાનનો િથયોસોફિકલ અને પ્રેકટીકલ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. આ યોગનિન્દ્રા તથા ધ્યાનના વર્ગમાં રસ ધરાવતા ભાઇઆે તથા બહેનોએ સંસ્થાના કાર્યાલયનો સવારે 9.30 થી 11 અને સાંજે 5 થી 7 માં સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવેલ છે.
વર્ધા દ્વારા હિન્દીની પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહીનો થયો પ્રારંભ
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધા દ્વારા તા. 29 અને 30 સપ્ટેમ્બર હિન્દીની શુધ્ધ સુલેખન, પ્રાથમિક, પ્રારંભિક, પ્રવેશ,રાષ્ટ્રભાષા પરિચય (ધો. 10 હિન્દી વિષય સમકક્ષ),રાષ્ટ્રભાષા કોવિંદ (ધો. 12 હિન્દી વિષય સમકક્ષ) તથા રાષ્ટ્રભાષા રત્ન (બી.એ. હિન્દી વિષય સમકક્ષ) પરીક્ષા લેવાશે. જેના ફોર્મની કાર્યવાહી શરૂ છે.ધો. 4 થી કોલેજ સુધીના વિદ્યાથ}આે અને અભ્યાસ ન કરતા વિદ્યાથ} પણ આ પરીક્ષા આપી શકે છે. ફોર્મ ભરવા તથા નવુ પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા ઇચ્છુક સંસ્થાઆેએ વર્ધાના જિલ્લા કેન્દ્ર (તેજસ્વી સ્કૂલ, બાલયોગીનગર, ઘોઘા રોડ,ભાવનગર) ખાતે સોમથી શુક્ર સવારે 10 થી 12 દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે.
ભાવ. શહેર-જિલ્લાની હાઇસ્કૂલોના આજથી પગાર બિલનો યોજાશે કેમ્પ
ભાવનગર જીલ્લાની તમામ બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઆે, અધ્યાપન મંદિરો માટે જુલાઇ માસના પગાર બિલના કેમ્પનું આયોજન જિલ્લાની શાળા કોડ નં.1 થી 50 માટે તા. 2-7 ના બપોરે 12 થી 4 સુધી, શાળા કોડ નં.51 થી 100 માટે તા. 3-7 તથા શાળા કોડ નં.101 થી 203 માટે તા. 4-7 ના રોજ શહેરના ક્રેસન્ટ સર્કલ ખાતેની ધનેશ જે. મહેતા હાઇસ્કૂલમાં સવારે 10.30 થી 4 દરમિયાન રાખવામાં આવેલ છે.
શહેરના મારૂતિ યોગાશ્રમ વો.કે.શાળા નં.83 દ્વારા નવતર કાર્યક્રમ યોજાયો
શહેરના કાળીયાબીડમાં આવેલી મ્યુનિ.ની મારૂતિ યોગાશ્રમ વો.કે.શાળા નં.83માં શાળા પરિવાર દ્વારા જનજાગૃતિ અંગેનો શાળા કક્ષાના નવતર કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ અભિયાન અંતર્ગત મારૂતિ યોગાશ્રમ વોે.કે.શાળાના બાળકોના ઘેર ઘેર ફરી રસીકરણ અભિયાન, સ્વચ્છ ભારત મિશન,પર્યાવરણ અને આરોગ્ય અંગેની જાળવણી માટે માર્ગદર્શન વ્રતકથાઆેનું પુસ્તક શાળા દ્વારા પ્રસાદીસ્વરૂપે અપાઇ રહેલ છે તેમ મુખ્ય શિક્ષક જે.પી. ભટ્ટએ જણાવ્યુ હતુ.
ભાવ. િથયોસોફિકલ લોજ દ્વારા યોજાશે કપિલગીતા પર પ્રવચન
ડો. અનિલભાઇ મહેતા દ્વારા આગામી તા. 3-7 ને મંગળવારે સાંજે 6 થી 7 ભાવનગર િથયોસોફિકલ લોજના સભાખંડમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ પર આધારિત માતા દેવહુતિને કપિલ ભગવાને આપેલ સાંખ્ય યોગદર્શનનું કપિલગીતા તરીકે આેળખાતા જ્ઞાન અંગે પ્રવચન આપવામાં આવશે.
પાલીતાણા તાલુકા સહ. ખરીદ વેચાણ સંઘની કામચલાઉ મતદારયાદી પ્રસિÙ
એમ. પી. પટેલ ચૂંટણી સત્તાધિકારી નિદિર્ષ્ટ સહકારી મંડળીઆે અને પ્રાંત અધિકારી, પાલીતાણાના જણાવ્યા અનુસાર પાલીતાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિની મુદત પુરી થતા નિયમ અનુસાર મતદારયાદી તૈયાર કરવાની થાય છે તેથી આ મંડળીની કામચલાઉ મતદારયાદી પ્રસિÙ કરેલ છે આ કામચલાઉ મતદારયાદી અંગે કોઈ વાંધા,દાવા, સુચનો હોય તો લેખીત કારણો સાથે અત્રેની કચેરીને ચાલુ કામકાજના સમયે 4 જુલાઇ સુધીમાં રજુ કરી શકાશે.

Comments

comments

VOTING POLL