બિલ્ડરની કાર અને 50 હજારની રોકડ ઉઠાવી જનાર વિદ્યાર્થીની શોધખોળ

July 11, 2018 at 3:29 pm


શહેરમાં ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે શહેરના બાલમુકુન્દ પ્લોટમાં રહેતા બિલ્ડરની પાર્ક કરેલી 30 લાખની મસ}ડીઝ કારની ચાવી પાર્કિંગમાંથી લઇ એસએનકે સ્કૂલનો વિદ્યાર્થી ચોરી કરી નાસી જતા ચકચાર મચી જવા પામી છે ફરિયાદીની કારમાં 50 હજાર રુપિયા રોકડા પણ હતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જલારામ સોસાયટીમાં રહેતા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટના બાલમુકુન્દ પ્લોટમાં આવેલ પારિજાત એપાર્ટમેન્ટમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા નીરજભાઈ પ્રાણલાલ મહેતા નામના વણિક યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નાેંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 8 ને રવિવારના રોજ તેઆે પોતાના ઘરે હતા ત્યાંથી સવારે અગ્યારેક વાગ્યે તેઆેને કોઈ કામ સબબ બહાર જવું હોય નીચે પાર્કિંગમાં આવીને જોતા તેમની 30 લાખની મસ}ડીઝ કાર અને તેની ચાવી બંને ગાયબ હતા જેથી એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ચેક કરતા ત્યાં સવારે 7 અને 34 મિનિટે એક શખ્સ આવતો હોવાનું અને ચાવીથી કાર ચોરી કરી 7 અને 44 મિનિટે કાર લઈને જતો હોવાનું નજરે પડéું હતું આ અંગે કંટ્રાેલમાં જાણ કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે એમ ભટ્ટ સહિતનો કાફલો દોડી ગયોઃ હતો સીસીટીવી ચેક કરતા આ શખ્સ એક્સેસ લઈને આવ્યો હોય તે એક્સેસ પણ ત્યાં જ પડéું હોય તેના નંબર આધારે તપાસ કરતા જલારામ-4માં ચંદારાણા ટાવરમાં રહેતો અને એસએનકે સ્કૂલમાં અભ્યાસ કરતો 17 વષ}ય ± પ્રવીણભાઈ આરદેસણા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તેના ઘરે પણ તપાસ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો ફરિયાદી નિરાજભાઈએ પોતાની ગાડીમાં 50 હજાર રુપિયા રોકડા પણ હોવાનું જણાવ્યું હતું સવારે બધા લોકોની કાર સાફ કરવા માટે માણસો આવતા હોય જેથી બધા લોકોની ચાવી પાર્કિંગમાં જ પડી હોય છે ત્યારે સિક્યુરિટી પણ હાજર હોય છે તેમ છતાં આ શખ્સ કેવીરીતે અંદર ઘુસી ગયો અને શામાટે આ કાર ચોરી તે જાણવા અને આરોપીને પકડવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL