July 21, 2018 at 12:13 pm


હાઇટેક પ્રાથમિક શાળા ખાતે મીઝલ્સ, રૂબેલા રસીકરણ કેમ્પ યોજાયો
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તથા ભાવનગર અર્બન હેલ્થ સેન્ટર કાળિયાબીડના સહયોગથી મીઝલ્સ રૂબેલા રસીકરણ કેમ્પ પી.એન.આર. સોસાયટી સંચાલિત હાઇટેક પ્રાથમિક શાળામાં ગોઠવવામાં આવેલ જેમાં પી.એન.આર.સોસાયટીના સેક્રેટરી જનરલ પારસભાઈ શાહ તેમજ યુએચસીના ડો. નરેન્દ્રભાઈ ડોડીયા તેમજ શાળાના આચાર્ય હિતેનભાઈ પંડયા ઉપિસ્થત રહેલ. શાળાના 84 વિદ્યાથ}આેને પ્રજ્ઞાબેન દ્વારા રસીકરણ કરવામાં આવેલ તેમજ કેતનભાઈ રૂપેલા અને જિગ્નેશભાઈ પારેખ તેમજ પ્રિવેનશન ટીમના સહયોગથી કેમ્પ સફળ બનાવેલ.
કોકલિયર ઇમ્પ્લાન્ટ કરેલ વિદ્યાથ}આે અને વાલીઆે જોગ
કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલા બાળકોને ભાષા અને વાણી વિકાસમાં પડતી મુશ્કેલીને દુર કરવા માટે તેમજ અભ્યાસ માટેના માર્ગદર્શન તથા શાળાકીય અભ્યાસક્રમને સરળ ભાષામાં શીખવવા માટે શાહ ખી.લ.બહેરા મુંગા શાળા પ1, વિદ્યાનગર ભાવનગર ખાતે સોમથી શુક્ર, 12 થી 5 દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.
કિચન ગાર્ડન-હર્બન ગાર્ડન પ્રકૃતિ તરફ લઇ જવાનો વિજ્ઞાનનગરી દ્વારા પ્રયાસ
આપના ઘરના આંગણામાં ટેરેસ પર કે નજીકની ખુંી જમીનમાં શાકભાજી, ફળ, ફºલ વગેરે વાવી આેર્ગોનીક શાકભાજી ઉછેરો અને પર્યાવરણ બચાવવા મદદ કરી અને ઘરના બાળકોને ઘરે પર્યાવરણના પાઠશીખવવો, રાસાયણિક ખાતર, દવાઆે અને અન્ય કેમિકલ મુકત તાજા શાકભાજી મેળવી શકાય. તેવા હેતુથી બળવંત પારેખ વિજ્ઞાન દ્વારા તા.17-7ને મંળવાર સાંજે 4-00 વાગે કિચન ગાર્ડન અંગે સેમીનારનું આયોજન કરેલું. આ સેમીનાર દરમિયાન સરગવાનાં રોપ.ગાયનું દેશી ખાતર અને હર્બલ-કીટનું વિતરણ ટોકન દરે કરવામાં આવ્યું દુર્લભ વનસ્પતી સીતા-અશોક અને જીવંતિકા (ડોડી)ના અતિમુલ્ય બી અને કટીગ, વિનામુલ્યે આપી તેનો ફેલાવો કરવા પ્રયાસ કરેલ છે. આ શિબિરમાં કોકોપીટ, ડીકમ્પોઝર, શાકભાજીના ઘરુ કે બીજ-કીટ તેમજ મેડિસનલ પ્લાનટની આેળખ તેની ઉપયોગીતા કેવી રીતે સવર્ધન કરી શકાય, આ અંગેની વિગતવાર માહિતી આપી દેશી બીજના ફેલાવામાં, દુર્લભ વનસ્પતિઆેના ફેલાવામાં અને વનસ્પતિ ઉછેર કરવામાં જોડાય તે માટેરસ ધરાવતા વલન્ટરીયસએ વિજ્ઞાનનગરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
માંનો આનદનો ગરબો તથા ગોખ પુરાશે
તા.20-7ને શુક્વારે રાત્રે 9-30 કલાક વડવા-ખડીયાકુવા આનંદ ગરબા પરિવાર દ્વારા પુજન ઝરણામાં તરફથી માતાજીનો ‘ગોખ’ પુરવામાં આવશે તથા ગરબો યોજાશે.
ગુરૂ પુણિર્માંના દિવસે વિનામુલ્યે મેડીકલ કેમ્પ
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંત અરવિંદગીરીબાપુની સ્મૃતિમાં ગુરૂપુણિર્માંના દિવસે જરૂરિયાતમંદ કુટુંબોના દદ}આે માટે વિનામુલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેમાં સંસ્થાના આયુર્વેદીક ડો.એન.ડી.ત્રિવેદી સેવાથી દદ}આેને તપાસ કરીને વિનામુલ્યે દવા આપવામાં આવશે તથા ગીરધરભાઈ વાજા એકયુપ્રેશરની સેવાનો લાભ આપશે આંખો તપાસ કરીને રૂા.30 ના ટોકન દરે ચશ્માંના નંબર પણ કાઢી ચશ્માં વિતરણ કરવામાં આવશે. તા.27.7ને શુક્રવાર સવારે 9 થી 12,સ્થળ- હરદેવકૃપા આશ્રમ, નવાગામ ઢાળ વંભીપુર ખાતે આ કેમ્પ યોજાશે.
રેડક્રાેસમાં માંદગીના સાધનોનો લાભ લેવા અનુરોધ
ઇન્ડિયન રેડક્રાેસ સોમાયટી ભાવનગર દિવાનપરા રોડ બાર્ટન લાઇબ્રેરી સામે રેડક્રાેસ ભવન ખાતે ક્રાઉલર બેડ, વ્હીલ ચેઇર, ટોયલેટ ચેર, 3મોડ, સ્ટૂલ, એર બેડ, પાન બગલ ઘોડી વિગેરે સાધનોની રાહત દરે સેવા ઉપલબ્ધ છે.
ર્માં આનંદના ગરબા તથા અભિષેક
તા.21-7 શનિવારે રાત્રે 9-00 કલાકે વડવા ખડીયાકુવા બહુચર મંડળ દ્વારા અષાઢી નવરાત્રી નિમિતે નોમનો આનંદનો ગરબા સાથે બાલાયંત્રનો અભિષેક કરવામાં આવશે.
આર્યુવેદીક ચુર્ણ રાહત ભાવે નિયમિત મળશે
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આર્યુવેદીક ચુર્ણ આંબળા, અરડુસી, અશ્વગંધા, અવીપતીદર, હરડે, હીમેજ, હિંગાષ્ટક, ઇસબગુલ, જેઠીમધ, લવણ, ભાસ્કર, પીપરીમુળ, રસાયણ, સ.વિરેચન, સતાવરી, સીતોપ્લાદી, સુદર્શન, ત્રિકટુ, ત્રિફળા દરરોજ સોમ થી શનિ સવારે 10 થી 12 નિયમિત મળશે.
ગણેશનગર પ્રાથમિક શાળાનું ગૌરવ ગોહિલ શાલિની
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની ગણેશનગર પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી વિદ્યાથ}ની ગોહિલ શાલિની જયેશભાઈ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવાતી પ્રવેશ પરીક્ષામાં પ્રથમ રેન્કમાં ઉતીર્ણ થયેલ છે.

Comments

comments