23 આેક્ટોબરે બીસીસીઆઈની ચૂંટણીઃ સૌરાષ્ટ્ર તરફથી જયદેવ શાહ કરશે મતદાન

October 5, 2019 at 6:24 pm


બીસીસીઆઈની 23 આેક્ટોબરે થનારી ચૂંટણી માટે ક્રિકેટ બોર્ડે તમામ 38 પૂર્ણ સભ્યોની ચૂંટણીકરાવીને પોતાના પ્રતિનિધિઆેના નામ વહીવટદારોની સમિતિને મોકલી દીધા છે. આ પ્રતિનિધિઆેમાં રાજકારણીઆે ઉપરાંત નામી ક્રિકેટર પણ સમાવિષ્ટ છે. ચૂંટણી અધિકારીએ તમામ 38 સભ્યોના પ્રતિનિધિઆેના ડ્રાફટને ચૂંટણી યાદીમાં સામેલ કરી દીધા છે પરંતુ સાત આેક્ટોબર સુધી આ નામ અંગે વાંધા આવી ગયા બાદ આ નામની તપાસ કરવામાં આવશે. ત્યારપછી ચૂંટણીની અંતિમ યાદી જારી કરવામાં આવશે.

રાજ્ય ક્રિકેટ એસોસિએશનના ચૂંટણીમાં પદાધિકારી ભલે ગમે તે પસંદ કરાયા હોય પરંતુ તેમના તરફથી પ્રતિનિધિ મોટા નામને જ બનાવવામાં આવ્યા છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનનું સંયુક્ત સચિવપદ ત્યાગી દેનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહને પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશને પોતાના પ્રતિનિધિ તરીકે કાેંગ્રેસી નેતા રાજીવ શુક્લાના નામને પસંદગીની મહોર મારી છે.
રાજસ્થાનથી મુખ્યમંત્રી અશોક ગહલોતના પુત્ર વૈભવ ગહલોત અને હિમાચલ પ્રદેશથી પૂર્વ મુખ્યમંત્રી પ્રેમચંદ ધૂમલના પુત્ર અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરૂણસિંહ ધૂમલને પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે. દિલ્હી ક્રિકેટ એસોસિએશનથી મીડિયા ટાયકુન રજત શમાર્ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનથી બોર્ડના પૂર્વ સચિવ નિરંજન શાહના પુત્ર જયદેવ શાહને પ્રતિનિધિ બનાવવામાં આવ્યા છે.
અંતિમ યાદીમાં મુક રાજ્યોએ નામી ક્રિકેટરોને પોતાના પ્રતિનિધિ તરીકે પસંદ કર્યા છે. બંગાળના પ્રમુખ સૌરવ ગાંગુલી અને હૈદરાબાદના નવા પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના એસોસિએશન તરફથી પ્રતિનિધિ બન્યા છે. કણાર્ટકના અધ્યક્ષ ભલે રોજર બીન્ની બન્યા હોય પરંતુ મત આપવા માટે પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વ્રજેશ પટેલને પસંદ કરવામાં આવ્યા છે. રેલવે, યુનિવસિર્ટી અને સેનાએ પોતાના ક્રિકેટરો હરવિંદરસિંહ, રાજીવ નèયર અને સંજય વમાર્ને પ્રતિનિધિ બનાવ્યા છે. પંજાબથી ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડના ભાઈ રાકેશ રાઠોડ, હરિયાણાથી મૃણાલ આેઝા અને તામીલનાડુથી આર.એસ.રામાસ્વામી પ્રતિનિધિ હશે

.

ચૂંટણી અધિકારી એન.ગોપાલસ્વામીએ સાત આેક્ટોબર સુધી રાજ્યો તરફથી મોકલાયેલા પ્રતિનિધિઆેના નામ અંગે વાંધાઆે મગાવ્યા છે. આ પછી સુપ્રીમ કોર્ટના 26 સપ્ટેમ્બરના આદેશ હેઠળ નામની તપાસ કરવામાં આવશે. એવું મનાય રહ્યું છે કે અમુક નામ કપાઈ પણ શકેછે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંગુલી અને રજત શમાર્ વિરુÙ વહીવટદાર સમિતિને ફરિયાદ મોકલીને તેમનું નામ પ્રતિનિધિ તરીકે સામેલ ન કરવા માગણી કરવામાં આવી છે.

Comments

comments