23 દિવસથી કોમામાં સરી પડેલી માતાએ નવજાત બાળકનો સ્પર્શ કર્યો અને થયો ચમત્કાર

January 30, 2019 at 8:15 pm


એક સ્ત્રી જયારે ગર્ભવતી હોય ત્યારે એ ૯ મહિનામાં તેના અને આવનાર બાળક વચ્ચે એક અનોખો અને અદ્ભુત સંબંધ બંધાઈ જાય છે. બધાથી વધુ પોતાના સંતાનને માતા ૯ મહિના વધારે ઓળખતી હોય છે. આજે અમે તમને જણાવીશું એક માતા અને પુત્રની એવી વાત જે કોઈ ચમત્કારથી ઓછી નથી.આવી જ કંઈક વાત છે કે એક માતા કોમામાં હતી જયારે તેણે તેના બાળકને જન્મ આપ્યો અને જયારે બાળકનો પહેલો સ્પર્શ થયો ત્યારે આ મહિલા ભાનમાં આવી ગઈ હતી. આ વાત છે બ્રાઝીલની અમાન્ડાની તેની ઉંમર ૨૮ વર્ષ છે. તેને ખેંચની બીમારી હતી અને તે જયારે ૩૭ અઠવાડિયા પ્રેગનેન્ટ હતી ત્યારે કોઈ બાબતમાં તેના પતિ સાથે તેનો ઝઘડો થયો હતો અને તેના કારણે તેને ખેંચ આવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં ડોકટરોએ તેની પરીસ્થિતિમાં સંતુલન લાવવા માટે અમાન્ડાને કોમમાં મોકલવાની ફરજ પડી હતી. ત્યારબાદ બાળકનો જીવ બચાવવા માટે સિઝેરિયન કરીને પુત્રનો
જન્મ કરાવ્યો હતો.

બાળકનું વજન બહુ ઓછું હોવાથી તેને પણ ડોકટરોની દેખરેખ નીચે રાખવામાં આવ્યો હતો. બાળકના જન્મ પછી ઘણા દિવસો સુધી તે કોમામાં રહી હતી. ૨૦ દિવસ પછી જયારે બાળકને અમાન્ડાની છાતી પર મુકવામાં આવ્યો ત્યારે તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. માતા કોમામાં હતી પણ તેની આંખોમાંથી આંસુ અવાવના શરુ થઇ ગયા હતા અને થોડા જ દિવસમાં અમાન્ડા ભાનમાં આવી ગઈ હતી.

માતાના ભાનમાં આવ્યાના ૨૦ દિવસમાં તે બંનેની સ્થિતિ સારી થવા લાગી હતી. થોડા જ સમયમાં બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમાન્ડાની નર્સ કે જે તેની દેખરેખમાં હતી તેનું કહેવું છે કે જયારે બાળકનો સ્પર્શ તેની માતાને થયો ત્યારે જેવી રીતે અમાન્ડાએ રિસ્પોન્સ આપ્યો હતો એ જોઇને હું અને ડોક્ટર પણ નવાઈ પામ્યા હતા. અચાનક તે કેવીરીતે ભાનમાં કેવી રીતે આવી તેનો જવાબ તો અમારી પાસે નથી પણ માતા અને બાળકનો સંબંધ ખરેખર કેટલો ઊંડો હોય છે એ જરૂર જાણવા મળ્યું છે.

Comments

comments

VOTING POLL