23 વર્ષના યુવાને કર્યા 91 વર્ષની વૃદ્ધા સાથે લગ્ન, કારણ જાણી રહી જશો દંગ

December 31, 2018 at 1:30 pm


દુનિયાભરમાં રોજ ઘણી એવી વિચિત્ર બાબતો સામે આવતી હોય છે, કે જે આપણને પલ્લે પડતી નથી. પણ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિચિત્ર લગ્નની બાબત ચર્ચામાં આવી છે. જેના વિશે જાણીને દરેક કોઈ હેરાન રહી જાય છે. જો કે લગ્ન માટે યુવક-યુવતીના ઉમરનું અંતર 3 થી 4 વર્ષ યોગ્ય માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે નાની ઉંમરની યુવતી વધારે બેસ્ટ હોય છે. પણ જમાનો બદલાઈ રહ્યો છે અને તેની સાથે જ માન્યતાઓ અને વિચારો પણ બદલાઈ રહ્યા છે. આજે ઉંમરનું અંતર કોઈ મોટું કારણ માનવામાં નથી આવતું. એવામાં એક 23 વર્ષના યુવકે 91 વર્ષની વૃદ્ધ મહિલા સાથે લગ્ન કરીને સનસની મચાવી દીધી છે.

         આ કહાની છે આર્જેન્ટિનાની..આર્જેન્ટિમાં એક 23 વર્ષનો યુવક વકીલાતનો અભ્યાસ કરી રહ્યો હતો. જો કે છોકરાની આર્થિક સ્થતિ યોગ્ય ન હતી છતાં પણ તે પોતાનો અભ્યાસ પૂરો કરવામાં લાગેલો હતો. તેના ઘરમાં તેની માં, ભાઈની સાથે એક 91 વર્ષની વૃદ્ધ મહિલા પણ રહેતી હતી. થયું કંઈક એવું કે આ 91 વર્ષ ની વૃદ્ધ મહિલા એ તેને કહ્યું કે જો તે તેની સાથે લગ્ન કરી લેશે તો તે તેના અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવશે. છોકરો પણ આ વાતને તરત જ માની ગયો અને વૃદ્ધ મહિલા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયો. આવું કરવા પાછળ 91 વર્ષની મહિલાએ કહ્યું કે તેને પેંશન મળે છે અને હવે જયારે તેની મૃત્યુ થઇ જશે તો આ પેંશન આ છોકરાને મળવાનું શરૂ થઇ જાશે, કેમ કે હવે તે વૃદ્ધ મહિલાનો પતિ બની ચુક્યો છે. આ સિવાય લગ્ન પછી અમુક જ દિવસોમાં વૃદ્ધ મહિલાનું નિધન થઇ ગયું, જેના પછી છોકરાએ પેંશન વિભાગ સાથે સંપર્ક કર્યો. જ્યાં અધિકારીઓએ છોકરા પર મહિલાની સંપત્તિના લોભમાં લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આ મામલામાં છોકરો જેલ જાવાથી બચી ગયો હતો.હનીમૂન મનાવવા માટે 23 વર્ષની ઉંમરના પતિ સાથે ગઈ તો અચાનક પલંગ પર જ છેલ્લા શ્વાસ લીધા. ત્યારે આવી વિચીત્ર ઘટના સાંભળી ખરેખરી સનસની ફેલાઈ જાય છે.

Comments

comments

VOTING POLL