August 28, 2018 at 2:51 pm


ભાવનગર િથયોસોફીકલ લોજ
તા.ર8/8/ર018 મંગળવાર સાંજના 6 થી 7 કલાક સુધી સભાખંડમાં શિષ્ય પદનો પંથ જીવન પ્રકાશ વિષય પર િથયોસોફીસ્ટ શ્રીમતી અવંતિકાબેન મહેતા વકતવ્ય આપશે.
ગ્રાહક સુરક્ષા મંડળ-વકતૃત્વ સ્પર્ધામાં બી.એમ.કોમર્સ પ્રથમ
ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મણીભાઇ ગાંધી, પ્રિ.ધંધુકીયા, પ્રકાશભાઇ બોસમીયા, હિતેશભાઇ રાજયગુરૂ વગેરેએ આ સિિધ્ધને બિરદાવી હતી. શાળાના શિક્ષક સોલંકી દ્વારા વર્ષોથી શાળામાં ગ્રાહક સુરક્ષા કલબની પ્રવૃિત્ત થઇ રહી છે.
અટલ બિહારી વાજપેયીના સ્મરણાથ£ નિઃશુલ્ક મેડીકલ કેમ્પ
ભારતીય જનતા યુવા મોરચા ભાવનગર મહાનગર દ્વારા અધ્યક્ષ કુલદીપ ચુડાસમાના નેતૃત્વમાં ઘોઘાસર્કલ વોર્ડ યુવા મોરચા દ્વારા આગામી તા.ર9ને બુધવારના સવારે 10 થી બપોરના 1 સુધી શહેરના આશુતોષ વિદ્યાલય (નારેશ્વર સોસાયટી ઘોઘા રોડ, ભાવનગર ખાતે) વિસ્તારના રહીશોના સ્વાસ્થ્ય નિઃશૂલ્ક સર્વ રોગ નિદાન મેડીકલ કેમ્પનું સર ટી હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યુ છે.
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સારથી સ્કૂલમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
તા.ર6ને રવિવારે કાળીયાબીડ વોર્ડ નં.10 માં ત્રિવિધ કાર્યક્રમનું યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન સારથી વિદ્યા સંકુલ કાળીયાબીડ ખાતે કર્યુ હતુ. જેમાં ર00 જેટલા વિદ્યાથ}આે તેમજ નજીકના રહીશોએ શ્રવણ કર્યુ હતુ. આ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના લાભાથ£ એક સર્વ રોગ નિદાન કેમ્પ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવેલ.
વાજા-રાઠોડ-વાઢેર ક્ષત્રિય સમાજ
આગામી દશેરા ઉત્સવ તથા ઇનામ વિતરણ માટે સમાજના દરેક ભાઇઆેએ નિયત ફોર્મ મેળવીને 15 સપ્ટેમ્બર સુધીમાં હરદેવસિંહ કે.રાઠોડ પ્લોટ નં.પપ/એ અનંત કો.આે. સોસાયટી વિદ્યાનગર ભાવનગર) ખાતે પહાેંચતા કરવા જણાવાયુ છે.
રેડક્રાેસમાં માંદગીના સાધનોનો લાભ લેવા અનુરોધ
ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી ભાવનગર દિવાનપરા રોડ બાર્ટન લાયબ્રેરી સામે રેડક્રાેસ ભવન ખાતે બેડ, વ્હીલ ચેઇર, ટોયલેટ ચેઇર, એર બેડ, બગલ ઘોડી વિગેરે સાધનોની રાહત સેવા ઉપલબ્ધ સેવાનો લાભ લેવા જણાવાયુ છે.
લેબર કોર્ટ બિલ્ડીગનો દુરૂપયોગ અટકાવવા માંગ
લેબર કોર્ટ બિલ્ડીગનો લેબર કોર્ટના કામ સિવાઇ કોઇની પણ મંજુરી વગર દર રવિવારે કોઇપણ જાતનું ભાડું ચુકવ્યા વગર લાઇટ બીલના પૈસા આપ્યા વગર છેલ્લા 3 રવિવારથી અહી ભોજન, ચા-નાસ્તાના સેમીનારો અન્ય કચેરી કરે છે. હાઇકોર્ટની પણ મંજુરી નથી બહાર કરે તો હોલ, લાઇટ બીલ ભરવુ પડે જે અહી મફતમાં છે. મજુરો માટેના કોઇ આયોજનો નથી. મોટા પગારદારો માટે આયોજનો થાય છે. તેથી લેબર કોર્ટ બિલ્ડીગનો દુરૂપયોગ અટકાવવાની માંગ કામદાર મંત્રી પ્રશાંત જોશી દ્વારા કરવામાં આવી છે.
આર.એસ.એસ. દ્વારા વાિલ્મકી વાસ ખાતે રક્ષા બંધન પર્વની ઉજવણી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આર.એસ.એસ. ગુજરાત પ્રાંત સમાજ સમરસતાના ભાગરૂપે રક્ષાબંધન પવિત્ર પર્વ દિવસે સંઘ વિભાગ સંપર્ક પ્રમુખ નરેશભાઇ ભટ્ટ, સંઘ અગ્રણીઆે દિનેશભાઇ ખાટસુરીયા અને મહેન્દ્રભાઇ પંડયાની ટીમે ભાવનગર વાિલ્મકીવાસ ખાતે વાિલ્મકી સમાજના અગ્રણી અને પૂર્વ નગર સેવક ભુપતભાઇ દાઠીયાના નિવાસસ્થાને જઇને ‘શ્રેષ્ઠ સમાજ સેવા’ કાર્યને સંઘ દ્વારા બિરદાવી શુભેચ્છા પાઠવી રાખડી બાંધી સન્માનિત કરવામાં આવેલ. દાઠીયાએ સંઘની ઉચ્ચ આદર્શ ભાવનાને બિરદાવી આભારની લાગણી વ્યકત કરી હતી.
મંદ બુધ્ધિના બાળકો માટે યોજાશે ફ્રીમાં સ્વીમીગ કેમ્પ
ભાવનગર સ્વમીગ એશોશીએશનના પ્રયત્નો થી ભાવનગર મહાનગર પાલીકા નિલમબાગમાં તા.1-9-18થી તા.30-9-2018 સુધી મંદબુિધ્ધના બાળકો માટે ફ્રીમાં સ્વીમીગ કેમ્પ યોજાશે બાળકના વાલીઆે તેના બાળકને આ કેમ્પમાં મોકલવા માંગતા કેમ્પ તેણે હસમુખભાઈ સોલંકી મો. નં.9925033421 પર સંપર્ક કરીને ફોર્મ તથા અન્ય માહિતી મેળવી લેવી.

Comments

comments

VOTING POLL