December 22, 2018 at 1:51 pm


ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી દ્વારા રાહત દરની લેબોરેટરી સેવા
ઇન્ડિયન રેડક્રાેસ સોસાયટી ભાવનગર દિવાનપરા રોડ બાર્ટન લાયબ્રેરી સામે રેડક્રાેસ ભવન ખાતે રાહત દરે દદ}આેના નિદાન માટે તેમજ નિયમિત કરાવતા રીપોર્ટ લેબોરેટરી સેવા કરવામાં આવી રહી છે. જેમાં માતૃ સ્વાસ્થ્ય યોજના અંતર્ગત તેમજ સ્વાસ્થ્ય યોજના અંતર્ગત માત્ર રૂા.ર51માં દાતાઆેના સહકારથી સી.બી.સી.આે બ્લડ સુગરના રીપોર્ટ કરવામાં આવશે તથા નિયમિત બેઝિક બોડી ચેક અપ જાય અને કમ્પલીટ બોડી ચેકઅપ બંનેની તપાસ રાહત દરે તેમજ ડોકટરોની સુચના પ્રમાણેના જરૂરી રીપોર્ટ પણ તØત રાહત દરે આપવામાં આવશે.
આનંદનગરમાં રૂા.10ના ટોકન દરે મેડીકલ સેવા
મંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સØગૃહસ્થાેના સહયોગથી ડાµ.એન.ડી.ત્રિવેદીની સેવાથી રૂા.10ના ટોકન દરે સોમવારે દદ}આેને તપાસ કરીને દવા આપવામાં આવશે. દર સોમવારે સાંજે 4 થી 6 સ્થળ ઃ મંગલ આરોગ્ય મંદિર મંગલ ચેરી. ટ્રસ્ટ એલઆઇજી ર4, સોમનાથ મંદિર પાસે આનંદનગર ભાવનગર જાહેર જનતાને લાભ લેવા સંસ્થાની યાદી જણાવે છે.
મ્યુ.આરોગ્ય વિભાગની ભરતી માટે qફ્ર માર્ગદર્શન શિબિર
જયે ગણેશ ગૃપ આેફ એજ્યુકેશન એન્ડ ક્રુતજ્ઞતા કેરીયર પોઇન્ટ સહયોગથી ભાવનગર મહાનગરપાલિકાની તા.30નાં રોજ યોજાનાર આરોગ્ય ખાતાની વિવિધ પોસ્ટ માટે સ્પઘાર્ત્મક જેવી કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (એમપીએચડબલ્યુ) સ્ટાફ નર્સ. લેબ.ટેક અને કમ્પાઉન્ડની ભરતી માટેનાં 3 દિવસનાં ફ્રી વર્ગોનું આયોજન કરેલ છે. આ વર્ગ માટે તમામ ઉમેદવારોએ લાભ લેવા કૃતજ્ઞતા એજ્યુકેશન પોઇન્ટ 3770, 160અ અર્બન સોસાયટી, તળાજા રોડ, ભાવનગનો સંપર્ક કરવા જણાવાયું છે.
માં આનંદનાં ગરબા
તા.22ને શનિવારનાં ગરબા પુનમ નિમિત્તે વડવા ખડિયા કુવા આનંદ ગરબા પરિવારનાં માતાજીનાં પાઠ તથા ચિંતનભાઇ આેઝા તરફથી માતાજીનો ગોખ વડવા નિજ મંદિરે ભાવનગર ખાતે પુરવામાં આવશે.
નેસ્ટમાં તા.24ને સોમવારે નાતાલની ઉજવણી
નેસ્ટમાં વિવિધ તહેવારોની રંગદશ} ઉજવણી કરવામાં આવે છે. નાતાલ (qક્રસમસ)ની તા.24 ડિસેમ્બર 2018 સોમવારે સાંજે 4 થી 6 દરમ્યાન કરાશે જેમાં બાળકો ફેન્સી ડ્રેસમાં આવશે. આ કાર્યક્રમ ફકત બાળકો માટે જ રહેશે તે દિવસે સવારે પ્લે હાઉસ બંધ રહેશે તેમજ તા.25ને મંગળવારનાં રોજ નાતાલ નિમિત્તે રજા રહેશે અને બુધવાર તા.26થી ફરી પ્લે હાઉસ નિયમીત ચાલુ થશે.
રવિવારે યોજાશે ગોહિલવાડ વણકર સમાજનું સ્નેહમિલન
ગોહિલવાડ વણકર સમાજનું સ્નેહમિલનનો કાર્યક્રમ તા.23ને રવિવારે સવારે 9 કલાકે સંત સવૈયાનાથની જગ્યાનાં મહંત શંભુનાથ બાપુનાં અધ્યક્ષ સ્થાને તથા અતિથી વિશેષ ધારાસભ્ય પીટી મારૂ તેમજ નાતનાં આગેવાનોની ઉપિસ્થતીમાં સ્નેહમિલનનું આયોજન કરેલ છે. તો દરેક ગોહિલવાડ વણકર સમાજનાં બંધુઆેને હાજર રહેવા આયોજીત કમિટી વતી અનુરોધ કરાયો છે.
યુવા મુિસ્લમ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન
ભાવનગર યુવા મુિસ્લમ સમાજ દ્વારા સમસ્ત મુિસ્લમ સમાજનો જીવનસાથી પસંદગી પરિચય સમારંભ યોજાનાર છે આ જીવનસાથી પસંદગી સમારોહમાં તમામ યુવક-યુવતિઆે સામેલ થઇ શકશે જે અંગેનાં નિયત કરેલા ફોર્મ આપવાનું શરૂ થઇ ચુકેલ છે, ઇચ્છુક ઉમેદવારે તાત્કાલીક સંપર્ક કરી તેનાં જરૂરી ફોર્મ ‘નેશનલ બેટરી’ રૂવાપરી રોડ, રેડક્રાેસની સામે, બાર્ટન લાઇબ્રેરી ચોક, ભાવનગર ખાતેથી મેળવી લેવાનાં રહેશે આ જીવનસાથી પસંદગી સમારોહની વિશેષ પુછપરછ માટે ઇમરાન શેખ મો.નં.8866583313 અથવા 9998275646 ઉપર સાંજે 4 કલાક બાદ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સિહોરનાં હઝરત તોડાશાપીરદાદાનો qÜ-દિવસીય ઉર્ષ શરીફ
સિહોરનાં જંગલ વિસ્તારમાં આવેલા શહેનશાહે જંગલ હઝરત પીર રોશન ઝમીર સરકાર તોડાશાહ બાવા (ર.અ.)નો બે દિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાશે આ ઉર્ષ પ્રસંગે તા.23ને રવિવારે સાંજે મગરીબની નમાઝ બાદ ન્યાઝ શરીફ, ખત્મે ગોષીયા, સરકાર હઝરત બાપજીબાપુ બોરસદવાળા ઝીક્રે કરાવશે, અને રાત્રે 10.30 કલાકે સંદલ શરીફ, સલાતો સલામ અને સામુહિક દુઆરો તેમજ તા.23ને રવિવારે સાંજે મગરીબની નમાઝ બાદ ન્યાઝ શરીફ સહિતનાં કાર્યક્રમો યોજાશે.

Comments

comments

VOTING POLL