January 12, 2019 at 2:04 pm


સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક હોસ્પિટલ ખાતે રકતદાન કેમ્પ
શ્રીમતી વી.ટી.કેવડીયા અને શ્રીમતી ડી.આર. કિકાણી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ હોમીયોપેથીક હોસ્પિટલ ખાતે તા.1ર/01/ર019ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિિમ્ત સવારના 10 થી 1 દરમ્યાન રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં જાહેર જનતાએ રકતદાન માટે જોડાવવા કોલેજની એક યાદીમાં જણાવાયુ છે.
સાયન્સ આેફ કાઇટ્સ
બળવંતરાય પારેખ વિજ્ઞાનનગરી દ્વારા તા.1ર/1/ર019 શનિવારે ‘સાયન્સ આેફ કાઇટસ’ વિષયના અનુસંધાને વીડીયો વાતાર્લાપ આયોજીત કરેલ છે. ધો.પ થી 1ર ના વિદ્યાથ}આે ટોકન દરે સવારે 9-30 થી 10-30 બપોરે 4 થી પ વાગ્યે આયોજનનો લાભ લઇ શકાશે.પતંગ રસીયાએ ખાસ હાજરી આપવી.
રવિવારે સવારે કાઇટ પ્રદર્શન
નેસ્ટ એકટીવીટી સેન્ટર તથા તુલીકા આર્ટસ ઇન્સ્ટીટયુટ દ્વારા ભાવનગરમાં પ્રથમવાર બાળ કલાકારો તથા યુવા કલાકારો માટે કાઇટ પેઇન્ટીગ કોમ્પીટીશન આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને સર્ટીફીકેટ આપવામાં આવશે. નિણાર્યક તરીકે શૈલેષભાઇ ડાભીએ સેવા આપી હતી. કાઇટનું પ્રદર્શન રવિવારે તા.13ના રોજ સવારે 10 થી 1 નેસ્ટ પ્લે હાઉસ ખાતે (શાહબાઝ, 118/સી, પટ્ટણી રોડ, ઘોઘાસર્કલ, કૃષ્ણનગર, વોકહાર્ટ હોસ્પિટલ સામે) રાખવામાં આવ્યુ છે. સર્વે વાલી કલારસિક જનતાને એનો લાભ લેવા અનુરોધ કરાયો હતો.
હરતુ ફરતુ પુસ્તકાલય
બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા હરતુ ફરતુ પુસ્તકાલય શરૂ કરેલ છે. જેમાં શનિવારે સવારે 8.30 થી 9.1પ વોકીગ પાર્ક 9.1પ થી 10 રૂપાણી દિવડી 10 થી 10.40 શિક્ષક સોસાયટી, 10.40 થી 1ર.ર0 ભરતનગર 1ર નંબર બસ સ્ટેન્ડ, 11.ર0 થી 1ર.00 શ્રીનાથજી નગર કાશીરામ મંદિર 1ર. થી 1ર.4પ ઘોઘાસર્કલ સ્પોટ્સ કલબ, 3.4પ થી 4.30 શિવાજી સર્કલ 4.30 થી પ.1પ ગાયત્રીનગર વારાહી સોસાયટી પાસે પ.1પ થી 6 ગાયત્રીનગર આકાશગંગા ફલેટ પાસે 6.4પ થી જોગર્સ પાર્ક એરોડ્રામ રોડ આ પ્રાેજેકટનો લાભ લઇ શકશે.
કુંભારવાડામાં પતંગ, લાડુનું કરાશે વિતરણ
સમસ્ત માનવ કલ્યાણ ટ્રસ્ટ તરફથી પતંગ તથા લાડુ, બોર તેમજ ખીચડીનું વિતરણ તા.13ને રવિવારે સવારે 11થી 12 કુંભારવાડામાં કરવામાં આવશે ટ્રસ્ટીઆેએ સમયસર ઉપિસ્થત રહેવું.
સાંકડાસરમાં સિંચાઇ સંમેલન મળ્યું
અત્રે તળાજા તાલુકાનાં તમામ સિંચાઇ કામદારોનું મહાસંમેલન રમેશભાઇ પી.ધાંગધિ્રયા (પ્રમુખ, મજુર મહાજન)નાં પ્રમુખ સ્થાને તા.6ને રવિવારે સવારે 10થી 2 સુધી સાંકડાસર-1 ગામે બજરંગદાસ બાપાની મઢુલીમાં યોજાયેલ હતું. જેમાં 125 કામદારો હાજર રહ્યા હતા. સાતમાં પગાર પંચ સહિતનાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર વ્યવસ્થા અશોકસિંહ પ્રતાપસિંહ સરવૈયાએ સંભાળી હતી.
શૈશવ સંસ્થા દ્વારા ગાંધીમેળો યોજાશે
શૈશવ સંસ્થા દ્વારા તા.20ને રવિવારનાં રોજ યોજાનાર ગાંધીમેળામાં અંદાજે 1000 ઉપરાંત બાળકો ભાગ લેશે. આ બાળકો સાથે વિવિધ પ્રવૃિત્ત કરાવવા છાપાની પસ્તીની આવશ્યકતા છે જો આપની પાસે આવી પસ્તી હોય તો સવારનાં 9થી સાંજે 7 વચ્ચે અમારી આેફિસ શૈશવ સંસ્થા બ્લોક નં.3, બીજે માળે, બી.-વિંગ, સરદાર પટેલ મ્યુનિ. શોપીગ સેન્ટર, ભાવનગર બ્લેડબેંકની ઉપર, સરદારનગર સર્કલ, ભાવનગર ફોન નં.0278-2568561 પર પહાેંચાડવા વિનંતી છે.
સ્વામી વિવેકાનંદજીનાં જીવન-કવન પરનું પોસ્ટર પ્રદર્શન સાંજે 5 કલાક સુધી યોજાશે
દક્ષિણામુતિર્ ગિજુભાઇ કુમાર મંદિર અને ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઇડ સંઘનાં સંયુકત ઉપક્રમે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ પ્રસંગે ગિજુભાઇ કુમાર મંદિર ખુશાલી આર્ટ ગેલેરી ખાતે ‘નરેન્દ્ર સે સ્વામી વિવેકાનંદ તક’ પોસ્ટર પ્રદર્શનનું આયોજન આજે સવારે 9થી સાંજનાં 5 દરમ્યાન કરવામાં આવેલ છે. રામકૃષ્ણ મીશન વિવેકાનંદ કેન્દ્ર ભાવનગરનાં સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકો આપણા મહાપુરૂષોનાં જીવન ચરિત્રને જાણે અને એમનાં જીવનનાં પ્રસંગોમાંથી પોતાનું જીવન ઘડતર કરે અને ભારતનો સાંસ્કૃતિક અને આધ્યાિત્મક વારસો આગળ ધપાવે તે છે આ પ્રદર્શનનો લાભ પરિમલ વિસ્તારની વિવિધ શાળા ઉપરાંત જાહરે જનતાને પણ લાભ લેવા શાળાના આચાર્ય તથા શાળા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા 23મો ઇનામ વિતરણ સન્માન સમારોહ
તા.12ને શનિવારનાં સાંજનાં 4 કલાકે ટોપ થ્રી પાર્ટી પ્લોટ, ટોપ થ્રી સિનેમાં સામે તળાજા રોડ ભાવનગર ખાતે દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ, ભાવનગર દ્વારા 23મો ઇનામ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દાતાઆેનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં દશનામ ગોસ્વામી જ્ઞાતિ અગ્રણીઆે તેમજ જ્ઞાતિજનો અને સન્માનિત વિદ્યાથ}આે ઉપિસ્થત રહેનાર છે. આ કાર્યક્રમમાં દશનામ ગોસ્વામી સમાજનાં તમામ જ્ઞાતિબંધુઆેને સમયસર ઉપિસ્થત રહેવા સંસ્થાની અખબારી યાદીમાં જણાવેલ છે.
સામવેદ સ્કુલનાં વિદ્યાથ} હિતમાં ભગીરથ પ્રયાસ
ધો.5થી 10માં અભ્યાસ કરતાં વિદ્યાથ}આેને પતંગ તેમજ ધો.10નાં વિદ્યાથ}આેને માર્ચ-19માં સફળ થયાનું શં એવી ગણિત, વિજ્ઞાન વિષયોનાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તેમજ અગત્યનાં સમીકરણ સુત્રો તજજ્ઞ ટીમ દ્વારા તૈયાર થયેલી 10 હજાર પુસ્તકોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.
હિન્દી પરીક્ષા (વર્ધા)નાં ફોર્મ લેઇટ ફી સાથે ભરવાની કાર્યવાહી શરૂ
રાષ્ટ્રભાષા પ્રચાર સમિતી (વર્ધા) દ્વારા આગામી તા.23 અને 24 ફેબ્રુઆરી-19 (શનિવાર અને રવિવાર) દરમ્યાન હિન્દીની વિવિધ પરીક્ષાઆે શુધ્ધ સુલેખન, પ્રાથમિક, પ્રારંભિક, પ્રવેશ રાષ્ટરભાષા પરિચય (ધો.10 હિન્દી સમકક્ષ), રાષ્ટ્રભાષા કોવિદ (ધો.12 હિન્દી સમકક્ષ) તથા રાષ્ટ્રભાષા રત્ન (બી.એ. હિન્દી વિષય સમકક્ષ) પરીક્ષાઆે લેવાશે. આ પરીક્ષાઆેનાં ફોર્મ લેઇટ ફી સાથે ભરવાની કાર્યવાહી શરૂ છે. આ પરીક્ષામાં ધો.4થી કોલેજ સુધીનાં વિદ્યાથ}આે તેમજ અભ્યાસ ન કરતા વિદ્યાથ}આે પણ બેસી શકે છે જે વિદ્યાથ}આે આ હિન્દી પરીક્ષાઆેનું ફોર્મ ભરવા ઇચ્છતા હોય તથા જે શાળા, કોલેજ પોતાની સંસ્થામાં નવું પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા ઇચ્છતી હોય તેઆેએ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતી (વર્ધા), ભાવનગર જિલ્લા કેન્દ્ર તેજસ્વી સ્કુલ, બાલયોગીનગર ઘોઘારોડ, ભાવનગર ખતે સોમવારથી શુક્રવાર સવારે 10થી 12 દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો.

Comments

comments

VOTING POLL