January 25, 2019 at 1:48 pm


વિજ્ઞાન નગરી દ્વારા સ્થાપના દિનની ઉજવણી
બળવંત પારેખ વિજ્ઞાનનગરી તેનાં નવમાં સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે વેસ્ટમાંથી બેસ્ટ વિજ્ઞાન આધારીત મોડલ બનાવવાની હરીફાઇનું આયોજન તા.26મીએ વિજ્ઞાનનગરીમાં કરેલ છે જેમાં કોઇપણ શાળાનાં ધો.6થી 8નાં બાળકોની સભ્યોની ટીમ બનાવી ભાગ લેવાનો રહેશે. બાળકોએ મોડલ માટે જરૂરી વેસ્ટ મટીરીયલ્સ પોતાની જાતે લઇને આવવાનું રહેશે અને ટીમનાં સભ્યોએ 90 મિનીટમાં પોતાનું મોડેલ બનાવી રજુઆત કરવાનું રહેશે. વિજેતા ટીમને પ્રાેત્સાહન ઇનામ આપવામાં આવશે. રસ ધરાવતી શાળાનાં બાળકોએ તા.25ને શુક્રવાર સુધીમાં વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
રવિવારે અંધ ઉદ્યાેગ શાળા ખાતે જુની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ
ભાવનગરની અંધ ઉદ્યાેગ શાળા ખાતે કાદરભાઇ શેખ આયોજીત અને કિરીટભાઇ પ્રજાપતિ પ્રસ્તુત સુરભી ભાવેણા ગૃપ (ગાતા રહે મેરા દિલ) શિર્ષક અંતર્ગત જુનાં હિન્દી ફિલ્મોનાં ગીતોનો કાર્યક્રમ તા.27ને રવિવારે સાંજે 5 કલાકે યોજાશે. જેમાં શહેરનાં જાણીતાં કલાકારો રમેશ મહેતા, હસમુખભાઇ શિયાળ, કિરીટભાઇ પ્રજાપતિ, લલીત પુરાણી, ઉસ્માન ચૌહાણ, અમૃતા દવે, શ્વેતા કોશીયા, જીત હિરાણી, મયુરભાઇ શાહ, મનીન્દ્ર દવે, પંકજ વ્યાસ, ઘનશ્યામ રાવલ ગીતોની પ્રસ્તુતિ કરશે.
દિવ્યાંગ બાળકોનાં વાલીઆે જોગ
દિવ્યાંગ બાળકોનાં વાલીઆેને જણાવાયું છે કે, જેમણે નેશનલ ટ્રસ્ટ માન્ય ‘નિરામયા હેલ્થ પોલીસી’નાં ફોર્મ વર્ષ-2018-19માં ભરેલ હતાં તેવા બાળકોનાં કાર્ડ નવા વર્ષ 2019-20 માટે રીન્યુ કરવાનાં થાય છે તો વાલીઆેને નટરાજ કોલેજમાં, પીએનઆર આેફીસમાં હિતેશભાઇ આેઝા તથા અમિતભાઇ મિત્રાનો સંપર્ક કરવો.
સિહોરનાં બોરડી ગામનાં બાળકને શાળા આરોગ્ય કાર્યક્રમ અન્વયે નવજીવન મળ્યું
ગુજરાત સરકારનાં નુતન અભિગમવાળો રાિષ્ટ્રય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (શાળા આરોગ્ય કાર્યક્રમ) અન્વયે પ્રા.શાળા, માધ્યમિક, હાઇસ્કુલ અને શાળાએ ન જતા બાળકોની તપાસણી કરીને હૃદય, કિડની, કેન્સર કલબફºટ, કલબ પેલેટની તકલીફવાળા બાળકને શોધી સંદર્ભ સેવામાં સારવાર, આેપરેશન મફત થાય છે. સિહોર તાલુકા બોરડી ગામમાં ભરતભાઇ ભુરાભાઇ લાઠીયાને ત્યાં તા.21નાં રોજ બાબાનો જન્મ થયેલ જન્મ સાથે પત્ર સહેજ અંદરની તરફ વાંકા વળેલા હતા. અમોને બાળકનાં ભવિષ્યની ચિંતા થઇ હતી પણ સિહોર તાલુકા હેલ્થ કચેરીનાં પ્રા.આ.કેન્દ્ર ટાણામાં કામ કરતી આરબીએસકે ડોકટરની ટીમ 48 કલાકમાં સ્થળ પર તપાસમાં જઇને વાલીને આશ્વાસન આપેલ કે આ કલબફºટની તકલીફ છે જેની સારવાર શકય છે તેને તપાસ કરીને સંદર્ભ સેવામાં રીફર કરેલ 5 પ્લાસ્ટરની આેથાેપેડીક વિભાગમાં મફત સારવાર મળેલ છે જેથી બાળકનાં ભવિષ્યની ચિંતા દુર થઇ છે. મુશ્કેલીવાળા પરિવારમાં શાળા આરોગ્ય કાર્યક્રમ મુસ્કાનનું કારણ બન્યું છે. આ કામ પ્રા.આ.કેન્દ્ર ટાણા-મઢડાનાં ડો.હિતેશભાઇ કુકડેજા અને ડો.મનાલીબેન બાલધીયા દ્વારા કરવામાં આવેલ આ પરિવારનો ખુશીનું કારણ બનવા બદલ તાલુકા હેલ્થ કચેરીનાં ડો.જયેશભાઇ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અનિલભાઇ પંડીત, તાલુકા હેલ્થ વિઝીટર મીનાબેન ભટ્ટ દ્વારા અભિનંદન અપાયા હતા.
નંદકુંવરબા મહિલા કોલેજ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિર્ટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાથ}નીઆેને જણાવવાનું કે, યુનિવસિર્ટી દ્વારા લેવાયેલ આેકટો-નવેમ્બર-2018માં લેવાયેલ પરીક્ષા બીબીએ સેમ-2, સેમ-4ની માર્કશીટ આવી ગયેલ હોય તો કોલેજમાંથી મેળવી લેવી.

Comments

comments

VOTING POLL