સાથ નિભાના સાથિયાની સંસ્કારી ‘ગોપી’નો બોલ્ડ લુક છવાયો ઈન્સ્ટા પર….

February 26, 2019 at 8:50 pm


લાંબા સમય બાદ ટીવીની વહુની એવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે ચોંકી જશો. તેમાં યે રિશ્તા કયા કહેલાતા હૈની અક્સરા હોય કે પછી ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જનો બોલ્ડ લુક સૌ કોઈમાં ફેમસ બન્યો છે. સાથ નિભાના સાથિયા સીરિયલ બંધ થયા બાદ દેવોલીના થોડા સમય માટે લાલ ઈશ્કમાં જોવા મળી હતી. ત્યારબાદ થોડા સમય માટે એકદમ ગાયબ થઈ ગઈ હતી.

ગોપી વહૂ એટલે કે દેવોલીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એકિટવ છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાની સંસ્કારી ઈમેજને દૂર કરી બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

થોડા સમય પહેલા મુંબઈમાં એક વેપારીના મોત પર દેવોલીનાનું નામ ઘણું ઉછળ્યું હતું. ત્યારબાદ તે ખૂબ હેરાન હતી. હાલ આ મામલામાં તેનું નામ હટાવી લેવામાં આવ્યું છે, હાલ તે પોતાના કરિયર પર ધ્યાન આપી રહી છે. ટીવી એક્ટ્રેસની વાત કરવામા આવે તો લગભગ તમામ પોતાના સ્ક્રીન લૂક કરતા વધારે રિયલ લાઈફ લૂક ફેન્સ સામે રાખવાનું પસંદ કરે છે. ત્યારે દેવોલીના પોતાના લૂકને કારણે અને ગોપી વહૂના પોતાના કિરદારને કારણે સૌ કોઈમાં છવાયેલી રહે છે…

Comments

comments

VOTING POLL